કાગવડમાં બિરાજમાન ખોડિયાર માતાજીના મંદિરમાં થયો એક ચમત્કાર, કાચની પેટીમાં માતાજીના પગલાં દેખાયાં તો ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા.
દેશમાં મિત્રો ઘણા બધા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે અને દર્શન કરીને દરેક ભક્તો તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે, ઘણા મંદિરોમાં તો ઘણા ચમત્કાર પણ થતા જોવા મળતા હોય છે, તેથી ભક્તો દર્શન કરવા માટે મંદિરમાં મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. આજે આપણે એક તેવા જ ચમત્કાર વિષે વાત કરીશું.
થોડા સમય પહેલા કાગવાડમાં આવેલા મંદિરમાં ચમત્કાર થયો હતો. આ મંદિરમાં સાક્ષાત ખોડિયાર માતાને બિરાજમાન કરવામાં આવ્યા છે, આ મંદિરમાં ખોડિયાર માતાના દર્શન કરવા માટે ભક્તો ઘણે દૂરથી મોટી સંખ્યામાં આવતા હોય છે, આ ખોડિયાર માતાના આ મંદિરમાં એક કાચની પેટી મુકવામાં આવી છે, આ મંદિરમાં રાખવામાં આવેલી પેટીની અંદર સાત પગલાં જોવા મળ્યા હતા.
તેથી ત્યાંના દરેક લોકોનું એવું માનવું હતું કે આ એક ચમત્કાર છે અને આ પગલાં માતા ખોડિયારના છે, તેથી મોટી સંખ્યામાં ભક્તો તેમના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા, આ માતાજીના પગલાં મંદિરમાં કામ કરતા એક મજુરને જોવા મળ્યા હતા, ત્યારબાદ આ વાત કાગવડથી રાજકોટ અને રાજકોટથી સુરત પહોંચી ગઈ હતી, તે પછી આ વાત દરેક જગ્યા પર ફેલાઈ ગઈ હતી.
તેથી ભક્તો મોટી સંખ્યામાં માતાજીના પગલાંના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા, આ મંદિરમાં જે દિવસે આ ચમત્કાર થયેલો જોવા મળ્યો તે દિવસે ચાલીસ હજાર જેટલા ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા અને માતાજી પાસેથી આર્શીવાદ મેળવ્યા હતા. તે સમયે મંદિરના એક પ્રમુખે પણ જણાવ્યું હતું કે હું આ ચમત્કાર જોવા માટે દિલ્હીથી કાગવડ આવ્યો હતો.
આ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે અને દર્શન કરીને દરેક ભક્તો તેમના જીવનમાં આવતા દરેક દુઃખો દૂર કરતા હોય છે, આ મંદિરમાં જે સમયે આ ચમત્કાર થયેલો જોવા મળ્યો તે સમયે કેટલાય રાજકોટમાંથી સ્વંયસેવકો વ્યવસ્થાની જાળવણી કરવા માટે પહોંચી ગયા હતા.