કાકા સસરા ભત્રીજાની વહુને વડોદરા ડાયાલીસીસ કરવા માટે લઈને આવ્યા હતા, જ્યાં બંનેનું એકસાથે કમકમાટી ભર્યું મૃત્યુ થઇ જતા પરિવાર પર આભ તૂટી પડ્યું…. – GujjuKhabri

કાકા સસરા ભત્રીજાની વહુને વડોદરા ડાયાલીસીસ કરવા માટે લઈને આવ્યા હતા, જ્યાં બંનેનું એકસાથે કમકમાટી ભર્યું મૃત્યુ થઇ જતા પરિવાર પર આભ તૂટી પડ્યું….

ગઈકાલે વડોદરા ખાતે ભયંકર અકસ્માત સર્જાતા ૧૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગઈકાલે બપોરે વડોદરાના દરજીપુર પાસે છકડો, રીક્ષા અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા આખા વિસ્તારમાં ચક્ચરાઈ મચી ગઈ હતી જેમાં એક જ પરિવારના બે લોકોએ પોતાની જીવન ગુમાવતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

દેવગઢબારીયના વાંદરા ગામના સવિતા બેનને છેલ્લા એક વર્ષથી કિડનીની બીમારી છે.કિડનીની બીમારી હોવાથી તે છેલ્લા એક વર્ષથી વડોદરાની હોસ્પિટલમાં ડાયાલીસીસ કરાવતા માટે આવતા હતા.

સવિતા બેન અઠવાડિયામાં એકવાર વડોદરા ડાયાલીસીસ કરવા માટે આવતા હતા. સવિતા બેન ગઈકાલે પોતાના કાકા સસરા સાથે હોસ્પિટલમાં જઈ રહયા હતા. તે હોસ્પિટલ જવા માટે રીક્ષામાં બેસ્યા હતા.

તે હોસ્પિટલમાં પહોંચે તેની પહેલા જ તેમની રીક્ષાનું કન્ટેનર સાથે એક્સીડંટ થતા સવિતા બેન અને તેમાં કાકા સસરાનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ જતા તેમના પરિવારમાં કોહરામ મચી ગયો હતો. દિવાળી પછી સવિતા બેનની મોટી દીકરીના લગ્ન લેવાના હતા. પરિવારમાં દીકરીના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી.

પણ આ ઘટનાએ દીકરીના લગ્નની ખુશીઓ માતમમાં ફેરવી દીધી હતી. પરિવારને જેવી આ ઘટનાની જાણ થઇ કે આખો પરિવાર તરત જ ત્યાં પહોંચી ગયો હતો અને પરિવારે ત્યાં પહોંચીને ખુબજ આક્રન્દ રુદન શરૂ કર્યું હતું. આ ઘટનાએ આજે એક હસતા રમતા પરિવારને વિખેરી દીધો.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.