કહેવત છે રૂપિયા કરતાં વ્યાજ વધારે વ્હાલું હોય,પરંતુ અહી થયું ઊલટુ,દાદાએ પોતાની 4 વર્ષની પૌત્રી સાથે કર્યું કઈક આવું,વાંચીને તમે પણ હલી જશો….
દેશમાં અલગ અલગ વિસ્તારોમાં યુવતીઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યું છે.મોટા ભાગની ઘટનાઓ તો પ્રકાશમાં આવતી જ નથી.જે પ્રકાશમાં આવે છે તે થોડા દિવસ લાઈમ-લાઈટમાં આવે છે અને પછી ઓજલ થઈ જાય છે.ત્યારે સલામત ગુજરાતમાં પણ દુષ્કર્મની ઘટનાઓમાં પણ અધધ વધારો થયો છે.હવે આવામાં પંચમહાલના હાલોલ તાલુકામાં 4 વર્ષની માસૂમ બાળકી સાથે એવું અધમ કૃત્ય આચરવામાં આવ્યું છે
કે જેનાથી સમગ્ર વિસ્તારમાં આક્રોશ અને અરેરાટી ફેલાઈ ગઈ છે.મળતી માહિતી મુજબ સોમવારે રાતે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ગામની 4 વર્ષની બાળકી ગુમ થઇ ગઇ હતી.જેની શોધખોળ કરતા થોડા કલાકો બાદ તેનો મૃતદેહ ઝાડીઓમાંથી મળી આવ્યો હતો.ત્યારે પરિવારને થયું કે બાળકી સાથે કઈક ખોટું થયું છે તો
પોલીસ બોલાવી અને બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતુ.જ્યારે પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યો તો પોલીસ પણ દંગ રહી ગઈ.પોસ્ટમોર્ટમ રીપોર્ટ મુજબ બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને ગળે ટુંપો દઇને તેની હત્યા કરવામાં આવી છે.ત્યારે રાત્રે જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી.આ હેવાનીયતભર્યું કૃત્ય કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસે તપાસ હાથ ધરતા એવું સામે આવ્યું હતું કે ચાર વર્ષની માસૂમ પૌત્રી સાથે દુષ્કર્મ અને તેની હત્યા કરનાર બીજું કોઈ નહી પણ માસુમનો જ કૌટુંબિક દાદો હતો.તેણે બિસ્કિટની લાલચ આપી ઘરના પાછળના ભાગે આવેલા જંગલ અને ઝાડી ઝાંખરા વિસ્તારમાં લઇ દુષ્કર્મ આચર્યું હતુ.કુકર્મ આચર્યા બાદ પરિવારજનોને ખબર પડી જશે તેવા ડરથી નરાધમી દાદાએ પીડિત માસૂમ બાળકીને ટુંપો દઈ હત્યા કરી નાખી હતી.