કલોલનો પટેલ પરિવાર દીકરાને કચ્છમાં પરણાવીને જાન લઈને ઘરે આવી રહ્યો હતો અને અચાનક જ રસ્તામાં અકસ્માત થતા બે વેવાઈઓના મૃત્યુ થઇ જતા લગ્નની બધી જ ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ…. – GujjuKhabri

કલોલનો પટેલ પરિવાર દીકરાને કચ્છમાં પરણાવીને જાન લઈને ઘરે આવી રહ્યો હતો અને અચાનક જ રસ્તામાં અકસ્માત થતા બે વેવાઈઓના મૃત્યુ થઇ જતા લગ્નની બધી જ ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ….

હાલમાં ઘણા માર્ગ અકસ્માતના બનાવો બનતા હોય છે, ઘણા માર્ગ અકસ્માતમાં ઘણા લોકોના મૃત્યુ થઇ જતા હોય છે, હાલમાં એક તેવો જ માર્ગ અકસ્માતનો બનાવ માળિયા અમદાવાદ હાઇવે પર માલવણ નજીક મોડી રાત્રે અકસ્માત સર્જાઈ ગયો હતો, આ અકસ્માતની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે ઝડપથી આવતી ઇનોવા કાર ડિવાઇડરમાં ઘૂસી જવાથી બે વેવાઇનાં મૃત્યુ થઇ ગયા હતા.

આ અકસ્માતમાં ઇનોવા ગાડીમાં બેઠેલા ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી એટલે તેમને વધુ સારવાર માટે અમદાવાદની સેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, આ બનાવની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે કલોકનો પટેલ પરિવાર કચ્છમાંથી સમૂહ લગ્નોત્સવની વિધિ પતાવીને જાન પરત લઇને કલોલ આવી રહ્યો હતો.

અચાનક જ અકસ્માત સર્જાઈ ગયો એટલે પરિવારની બધી જ ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ હતી, આ ઘટના વિષે જાણવા મળ્યું હતું કે રાતના સમયે કલોલનો પટેલ સમાજનો પરિવાર કચ્છમાંથી સમૂહ લગ્નોત્સવની વિધિ પુરી કરીને કલોલ પરત આવી રહ્યો હતો અને અચાનક જ માલવણ હાઇવે પરના અખિયાણા ગામ પાસે આવેલી શિવશક્તિ હોટલ નજીક સર્જાઈ ગયું હતું.

ઝડપથી આવી રહેલી ઇનોવા કારના ચાલક વિનોદભાઈએ સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો તો કાર બેકાબૂ થઇ ગઈ અને કારની ટક્કર ડિવાઇડર સાથે થઇ ગઈ તો અકસ્માત સર્જાઈ ગયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ બે વેવાઈઓના મૃત્યુ થયા હતા અને ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી તો પરિવારની લગ્નની બધી જ ખુશીઓ શોક ફેરવાઈ ગઈ હતી.