કરંડીયાવાળા મેલડી માં આજે પણ ટાણા ગામે હાજરા હજુર બિરાજમાન છે અહીંયા દર્શને આવતા બધા જ ભક્તોના દુઃખો માં ના આશીર્વાદથી દૂર થાય છે. – GujjuKhabri

કરંડીયાવાળા મેલડી માં આજે પણ ટાણા ગામે હાજરા હજુર બિરાજમાન છે અહીંયા દર્શને આવતા બધા જ ભક્તોના દુઃખો માં ના આશીર્વાદથી દૂર થાય છે.

આપણા ગુજરાતમાં શ્રદ્ધાળુ અને આસ્થાળુ લોકો રહે છે તેથી જ આખા ગુજરાતમાં નાના મોટા હજારો-લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે. આ બધા જ મંદિરમાં દેવી-દેવતાઓ હાજરા હજરૂ બિરાજમાન છે,આપણા આખા ગુજરાતમાં મેલડી માતાજીના નાના મોટા કેટલાય મંદિરો આવેલા છે અને દરેકે દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવે છે.આજે એક એવા જ મેલડી માતાજીના મંદિર વિષે જાણીએ જે ભાવનગરના સિહોર તાલુકાના ટાણા ગામે કરંડિયાવાળા મેલડી માતાજી હાજરા હજુર બિરાજમાન છે.

માતાજીનું મંદિર પહેલા ટાણા ગામમાં હતું અને ત્યાંથી બીજી જગ્યાએ મંદિર બનાવીને આ મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી. માતાજીના ચરણોમાં આવતા બધા જ ભક્તોના દુઃખો માતાજી હંમેશા માટે દૂર કરી દે છે.

મંદિરના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો અંદાજિત ૫૦૦ વર્ષ પહેલા નેજાદાદા ફરતા ફરતા ટાણા ગામમાં રહેવા માટે આવ્યા હતા. તેમના બે દીકરા હતા તેમના નામ લક્ષ્મણદાદા અને જગાદાદા બંને ખેતી કરતા હતા. સાથે ગાયો ભેંસો ચરાવતા હતા અને એક વખતે તેમની ભેંસો ક્યાંય જતી રહી હતી.

તો તેમને ત્યાં એક દેવી પૂજક મળ્યા હતા.તેઓએ એવું કહ્યું હતું કે તમારી ભેંસો કાલ સુધી તમારા ઘરે આવી જશે અને બીજે જ દિવસે તેમની ભેંસો ઘરે આવી ગઈ હતી. ત્યારે દેવીપૂજકે માતાજીને આપ્યા હતા અને ત્યારે નેજાદાદા ચાલીને માતાજીને તેમના ઘરે મઢમાં લાવીને બિરાજમાન કરાવ્યા હતા. ત્યારથી હાલ સુધી માતાજી તેમના દ્વારે આવતા બધા જ ભક્તોની મનોકામનાઓ પૂરી કરે છે.