કમો આવ્યો નવા અવતારમાં,સેરવાનીમાં જોઈને કમા માટે ગવાયા લગ્ન ગીતો,લાગી રહ્યો છે વરરાજા જેવો,જુઓ આ વિડીયો
ગુજરાતમાં દરેક વ્યક્તિના મોઢે એક જ નામ ચડી ગયું છે તે છે કમાભાઈ.કમાભાઈને ગુજરાતના મોટા કલાકારો અને બોલીવુડના કલાકારોની જેમ માન-સન્માન મળી રહ્યું છે.ફક્ત આ કમા ભાઈ જ છે જેમને ટૂંક સમયમાં આટલી લોકપ્રિયતા મળી છે.હવે તો લોકો કમાભાઈ સાથે સેલ્ફી પડાવવા માટે પણ પડાપડી કરી રહ્યા છે.કમાભાઈની લોકપ્રિયતા તો છોકરીઓમાં પણ ખુબ પ્રમાણમાં જોવા મળી રહી છે.
તાજેતરમાં જ કમાભાઇની સુરત શહેરમાં રોયલ એન્ટ્રી થઈ હતી.ત્યારે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.તમને જણાવીએ કે હાલમાં જ સુરત શહેરમાં તેમની સુંદર શેરવાની શોપની શુભેચ્છક મુલાકાત રહી હતી અને ત્યારબાદ કમાભાઈને ગરબા કાર્યક્રમમાં પણ રમઝટ બોલાવી હતી.
તમને જણાવી દઇએ કે, નાનપણથી માનસિક દિવ્યાંગ એવા કમાને એક ડાયરામાં પ્રખ્યાત લોકગાયક કિર્તિદાન ગઢવીએ ડાન્સ કરતા જોયો હતો અને કમાના વખાણ કરતા કમો હાલ સોશિયલ મિડીયામાં સૌથી વધુ પ્રખ્યાત બન્યો છે. કમાની લોકચાહના હાલ આસમાનને આંબી રહી છે.પહેલીવાર જ્યારે કિર્તીદાન ગઢવીએ કમાને જોયો હતો. ત્યારે તેને 2000ની નોટ પણ આપી હતી.
પછી કિર્તીદાન ગઢવીએ આ દિવ્યાંગ વ્યક્તિનું નામ પૂછીને તેનો પરિચળ પણ મેળવ્યો હતો. આજે દરેક જગ્યાએ ગુજરાતમાં લોકડાયરો અને કલાકાર હોય ત્યાં આ કમાભાઈ હાજરી આપવા પહોંચી જાય છે. જ્યારથી કીર્તિદાનભાઈ ગઢવી તેનો હાથ પકડ્યો ત્યારથી કમાભાઈનું જીવન આખું બદલાઈ ગયું. હવે તે જ્યા પણ આવે છે ત્યારે પોતાની સાથે ચાર-ચાર બોડીગાર્ડ રાખે છે.
ત્યારે આ દરમિયાન કમાએ એક શેરવાનીની દુકાનમાં પણ હાજરી આપી હતી અને તે દરમિયાન કમાને વરરાજાની જેમ શણગારવામાં આવ્યો હતો.ત્યારે હાલ કમાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.આ વીડિયોમાં કમાને શેરવાની પહેરાવાતા જોઈ શકાય છે.વીડિયોની અંદર જે ઑડિયો છે તેમાં કિર્તીદાન ગઢવીના અવાજમાં કમા માટે લગ્ન ગીત પણ ગવાઈ રહ્યું છે.
ઓડિયોમાં સંભળાઇ રહ્યું છે કે કિર્તીદાન કમાને પૂછે છે કે લગ્ન કરવા છે કમા ? અને પછી કહે છે કમાની આજ મોજ જુદી છે.જેના બાદ કિર્તીદાન લગ્ન ગીત ગાય છે. “કોયલ બેઠી આંબલિયાની ડાળ, હોંશીલા વીરા કે કમલેશભાઇ વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ… “કિર્તીદાન આગળ કહે છે. “તમારા લગ્ન ગીત ગવાય છે ભાઇ, કમો અમારો જાતે ચઢશે ઘોડે ત્યારે આખું ઝાલાવાડ જોવા આવશે. માથે તારા કમા સાફો હશે સાફો,હાથમાં તલવાર”
View this post on Instagram