કમા વિષે હિતેન કુમારે નિવેદન આપ્યું તો,લોકોએ કોમેન્ટમાં આપ્યા તબતોડ જવાબ,કહ્યું….. – GujjuKhabri

કમા વિષે હિતેન કુમારે નિવેદન આપ્યું તો,લોકોએ કોમેન્ટમાં આપ્યા તબતોડ જવાબ,કહ્યું…..

તાજેતરમાં લોક ડાયરા સહિતના કાર્યક્રમો તેમજ અન્ય પ્રાસંગિક આયોજનોમાં મનો દિવ્યાંગ કમલેશ ઉર્ફે કમો હાજર રહે તેવી આયોજકો દ્વારા મોટા પાયે કવાયત કરવામાં આવી રહી છે. પ્રથમ સોશ્યલ મીડિયા બાદ કમલેશ એટલો ફેમસ થઈ ગયો છે કે તેની ગણના ગુજરાતના સૌથી લોકપ્રિય સેલિબ્રિટીમાં થવા લાગી છે.કમો પોતાના કાર્યક્રમમાં આવે તે માટે આયોજકો દોડ લગાવી રહ્યા છે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

ત્યારે થોડા સમય પહેલા કમાને લઈને ગુજરાતનાં લોકપ્રિય કલાકાર હિતેન કુમારે નિવેદન આપ્યું હતું કે આ બધુ સર્કસ ચાલી રહ્યું છે.ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતેન કુમાર દ્વારા લોકો આગળ વિનંતી કરવામાં આવી હતી કે આવા એટલે કે કમા જેવા મનો દિવ્યાંગ બાળકોને હૂંફ અને પ્રેમની જરૂર હોય છે.તેઓએ કહ્યું હતું કે હું દરેકે દરેક વ્યક્તિ આગળ હાથ જોડીને વિનંતી કરું છું કે

કમા જેવા વ્યક્તિને આ રીતે આમ રમકડું બનાવીને આ રીતે લોકોની સામે નહીં મૂકો કારણ કે માનસિક રીતે વિકલાંગ જે કહી શકાય તેના માટે કરુણા તો પેદા નથી થતી પણ હાસ્યાસ્પદ ઘટના બની રહી છે.આ પ્રકારના લોકો માટે કરુણા હોવી જોઈએ તેમના માટે આ પ્રકારના તાયફા કરવાનું બંધ કરવું જોઈએ તેવું મારુ માનવું છે.

આ નિવેદન બાદ લોકોએ હિતેન કુમારની આ વાતને બિરદાવી છે.હાલમાં જ તેમણે પોતાના સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો છે અને આ વીડિયો સાથે તેમને કેપશનમાં લખ્યું છે કે જે નિવેદન તેમને આપ્યું છે.તે અંતર્ગત એક ‘સ્પષ્ટતા’ મારી તરફથી.“કમા” બાબતે ‘એક ચેનલ’ દ્વારા પુછાયેલા પ્રશ્નના ‘મારા દ્વારા અપાયેલા જવાબ’ બાબતે આપ સૌના “પ્રતિસાદ” બદલ આભાર.મારી ‘ભાવના અને લાગણી’ને સમજનારા 90% થી વધુ મિત્રોનો ખુબ ખુબ આભાર અને જે મારી ભાવના કે લાગણી નથી સમજી શક્યા એ મિત્રોને ‘એમની સમજણ’ સાથે જીવતા હું કોણ રોકી શકનારો?

વધુમાં તેમણે કહ્યું કે લાઈમલાઈટમાં આવું એ નસીબની વાત છે અને જે લોકોને લાગે છે કે કમો સેલિબ્રિટી બની જતા મારા જેવા અનેક બીજા લોકોને આ પ્રકારની વાત કરી રહ્યા છે.આપણી સંસ્કૃતિ પ્રમાણે ડાયરાઓમાં વાતો સાંભળી છે પરંતુ આ પ્રયોગ જાણે અજાણે થઈ રહ્યો છે એ લોકોની ભૂલ છે અને તે વાતનો જ મેં વિરોધ કર્યો હતો અને કમાને બાળકોનું જીવન કેવું હોય એ તો તેમના માતા પિતા જ જાણે છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.