કમાનો વિડીયો વાયરલ થતાં ગુજરાતનાં આ અભિનેતાએ નિવેદન આપતા કહ્યું કે આ બધુ સર્કસ બંધ….
આજકાલ ગુજરાતમાં કમાની ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે.હાલ રાજ્યમાં ક્યાંય પણ લોક ડાયરો હોય તેના સ્ટેજ પર ગુજરાતના લોક લાડીલા કલાકારો કમાને લઈને નામના મેળવી રહ્યા છે.હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર કમો જ છવાઈ ગયો છે.કમો હવે ગુજરાતનો સેલીબ્રેટી બની ગયો છે.આજે અત્યારે મોટા સેલીબ્રિટીથી પણ વધારે સુપ્રસિદ્ધ બન્યો છે આ કમો.આમ તો નાનપણ થી જ પૂજ્ય મોરારી બાપુ શ્રી રામા મંડળ મા ખુજ રસ ધરાવતો આ કમો અને આ કમા ની આજે દેશ વિદેશના લોકો ઓળખવા લાગ્યા છે.
કીર્તીદાન ગઢવીએ પણ કહેલું છે કે આપણે ઈશ્વરનું સ્વરૂપ કહી શકીયે કારણ કે આવા વ્યક્તિઓનો જન્મ ઈશ્વરે આપેલ વરદાન રૂપ જ ગણાય છે.દોસ્તો વિવિધ ડાયરાઓમાં રસ ધરાવતો આ કમો અને તેમાં ડાન્સ કરે છે આજે કમાને ઓળખાણની લગભગ જરૂર નહિ.
આવામાં કમાને લઈને ગુજરાતનાં લોકપ્રિય કલાકાર હિતેન કુમારે નિવેદન આપ્યું છે.તેમનું કહેવું છે કે “આ બધુ સર્કસ ચાલી રહ્યું છે,કમા જેવા વ્યક્તિને રમકડું બનાવીને ન મૂકો. કીર્તિદાન ભાઈએ જ્યારે શરૂ કર્યું ત્યારે તેમની ભાવના જુદી હતી પણ હવે વધારે થઈ રહ્યું છે. આપણે જાણીએ છે કે, કીર્તિદાન ગઢવી એ માત્ર તેને પ્રોત્સાહન રૂપે તેનું સન્માન કર્યું હતું હવે લોકો તેમનો ઉપયોગ કરી રહ્યા છે.”
આ સાથે હિતેનકુમારે ડાયરાના મિત્રોને વિનંતી કરતા કહ્યું કે કમા જેવા મનોવિજ્ઞાન બાળકની આવી રીતે રમકડું બનાવીને મજાક ના ઉડાવો.હું વ્યક્તિગત રીતે એક સંસ્થા સાથે સંકળાયેલો છું જેવા મનોવિજ્ઞાન લોકોને છે અને મારા પરિવારના પણ સભ્યો પણ આ પરિસ્થિતિ માટે પસાર થયા છે.ત્યારે ખરેખર લોકોને આવા લોકો સાથે આવું ન કરવું જોઈએ.
હિતેન કુમારે વધુમાં ઉમેરતા કહ્યું કર જે લોકો લોકસાહિત્યની વાતો કરે છે.માણસાઈની વાતો કરે છે એ જ લોકો જો કમા સાથે આવું વર્તન કરીને તેનો ઉપયોગ કરી રહ્યા છે.ત્યારે ખરેખર હું ખૂબ જ દુઃખ અનુભવી રહ્યો છું. એને કમાને ખુદને ખબર જ નથી કે આ બધું શું થઈ રહ્યું છે.ખરેખર આ એક ખૂબ જ શરમજનક બાબત છે.