કમાની સુરત એન્ટ્રી થતાંની સાથે જ લોકોની ભીડ એકઠી થઈ ગઈ,છોકરીઓએ સેલફી લેવા માટે કરી દોડધામ… – GujjuKhabri

કમાની સુરત એન્ટ્રી થતાંની સાથે જ લોકોની ભીડ એકઠી થઈ ગઈ,છોકરીઓએ સેલફી લેવા માટે કરી દોડધામ…

ગુજરાતમાં દરેક વ્યક્તિના મોઢે એક જ નામ ચડી ગયું છે તે છે કમાભાઈ.કમાભાઈને ગુજરાતના મોટા કલાકારો અને બોલીવુડના કલાકારોની જેમ માન-સન્માન મળી રહ્યું છે.ફક્ત આ કમા ભાઈ જ છે જેમને ટૂંક સમયમાં આટલી લોકપ્રિયતા મળી છે.હવે તો લોકો કમાભાઈ સાથે સેલ્ફી પડાવવા માટે પણ પડાપડી કરી રહ્યા છે.કમાભાઈની લોકપ્રિયતા તો છોકરીઓમાં પણ ખુબ પ્રમાણમાં જોવા મળી રહી છે.

તાજેતરમાં જ કમાભાઇની સુરત શહેરમાં રોયલ એન્ટ્રી થઈ હતી.ત્યારે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.તમને જણાવીએ કે હાલમાં જ સુરત શહેરમાં તેમની સુંદર શેરવાની શોપની શુભેચ્છક મુલાકાત રહી હતી અને ત્યારબાદ કમાભાઈને ગરબા કાર્યક્રમમાં પણ રમઝટ બોલાવી હતી.

હાલમાં જે કમાભાઈનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે પર્વતપાટિયા ખાતે મહાવીર મોબાઈલ નો છે.આ મોબાઈલ શોપના માલિક શ્રી જીગ્નેશભાઈ જૈન તેમજ સિદ્ધાર્થભાઇ જૈન એ કમાભાઈનું ભવ્ય સ્વાગત કર્યું તેમજ કમાભાઈને મોબાઈલ ભેટ આપી હતી.નોંધનીય વાત એ છે કે વીડિયોમાં જોઈ શકાય છે કે કમાભાઈને જોવા માટે અસંખ્ય લોકો હાજર રહ્યા હતા અને કમાભાઈની એક ઝલક જોવા માટે બધા તલપાપડ થઇ રહ્યા હતા.

તેમજ પુષ્કળ પ્રમાણમાં સેલ્ફી પડાવા માટે છોકરીઓ પડાપડી કરી રહી હતી.આ તમામ દ્રશ્યો વીડિયોમાં જોઈ શકાય છે.કમાભાઈ લાલ રંગની કારમાં સવાર થયેલ જોવા મળે છે અને તેમના માથે રેશમી સાફો બાંધેલ છે.

સૌને ખ્યાલ જ હશે કે લોકપ્રિયતા મેળવી એ નાની વાત નથી પરંતુ કિર્તીદાન ભાઈ ગઢવી ના લીધે કમાભાઈની આજે સ્ટાર્સમાં ગણતરી થાય છે.તમને જણાવીએ કે કમાભાઈની લોકપ્રિયતા દિવસે-દિવસ વધી રહી છે.ત્યારે અનેક કલાકારો સાધુ સંતો દ્વારા પણ કમાભાઈ વિશે અનેક પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યા છે.કમાભાઈ આજે ગુજરાતીઓના હૃદયમાં પોતાનું અનેરૂ સ્થાન બનાવી રહ્યા છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.