કમાએ હજારો લોકોની વચ્ચે સ્ટેજ પર હીરોની જેમ મારી એન્ટ્રી,બધા લોકોને નાચતા કરી દીધા,જુઓ વિડીયો

ગુજરાતમાં હાલ દરેક ડાયરામાં એક નામ ચર્ચાઈ રહ્યું છે જે છે ‘કમો’. કમો કમાની રીતે…કમો તો ભાઇ કમો કહેવાય… કમો મોજ આવે તો બોલે નકર નો પણ બોલે… હાલ ગુજરાતના જાણીતા કલાકારોના મુખે આવા શબ્દો સાંભળવા મળતા હોય છે.ક્મા ભાઈને આજે કોઈ નામનાની જરૂર નથી.દરેક લોકો આજે કમા ભાઈના ચાહક થઇ ગયા છે.હવે ડાયરો હોય કે કોઈ શુભ પ્રસંગ કમા ભાઈની હાજરી હોય જ છે.

આજે દેશ-વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત કરનાર કમાભાઈએ થોડા સમય પહેલા સુધી કોઈ દિવસે સ્ટેજ સુધી પણ નોહતા ગયા.સ્ટેજ ઉપર જવા અને બેસવાનું તો કદાચ તેમણે સ્વપ્ન પણ જોયું ન હશે.પણ આજે આ જ કમાભાઈ દરેક મોટા મોટા સ્ટેજની રોનક વધારે છે.તાજેતરમાં સુરતની મુલાકાતે કમાભાઈ આવ્યા હતા.

બે દિવસની મુલાકાતમાં સુરતના વરાછામાં લોકડાયરામાં મુલાકાત લીધા બાદ બીજા દિવસે પર્વત પાટિયામાં આવેલી એક મોબાઈલ શોપમાં કમાભાઈએ હાજરી આપી હતી.આ દરમિયાન કમાભાઈને ખુલ્લી કારમાં લાવવામાં આવ્યા હતા.જેથી કમાભાઈ સાથે સેલ્ફી લેવા તથા હાથ મિલાવવા માટે લોકોએ પડાપડી કરી હતી.

આ વર્ષે ગુજરાતનાં લોકપ્રિય કલાકારોની જેમ પહેલીજવારમાં નવરાત્રીનાં નવે નવ દિવસ કમાભાઈનું ગુજરાતનાં અલગ અલગ શહેરમાં બુકિંગ હતું અને કમાભાઈ એ દરેક નવરાત્રીમાં હાજરી આપીને ગરબાના તાલે તો ઘૂમ્યા પણ સાથોસાથ લોકોને પણ પોતાની અદાઓથી આંનદીત કર્યા હતા.

હાલમાં જ સોશીયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેની તમે કલ્પના પણ ન કરી શકો.આ વીડિયોમાં તમે કમાભાઈની રોયલ એન્ટ્રી જોઈને આશ્ચય પામી જશો.આપણે જાણીએ છે કે કમાભાઈનો લુક પણ હવે પહેલા કરતા બદલાઈ ગયો છે.આ વીડિયો અમદવાદમાં યોજાયેલ નવરાત્રીનો છે અને હજારો લોકોની વચ્ચે કમાભાઈની રોકસ્ટાર જેવી એન્ટ્રી જોઈને સૌ કોઈની આંખો ખૂલીને ખુલી જ રહી ગઈ હતી.

Similar Posts