કમલીવાડાના પશુપાલકની બન્ની જાતિની ભેંસ રોજનું ૨૭ લીટર દૂધ આપી રોજ ૧૪૦૦ રૂપિયાની કમાણી કરાવે છે… – GujjuKhabri

કમલીવાડાના પશુપાલકની બન્ની જાતિની ભેંસ રોજનું ૨૭ લીટર દૂધ આપી રોજ ૧૪૦૦ રૂપિયાની કમાણી કરાવે છે…

આજના સમયમાં યુવાનો તેમના અભ્યાસ પછી ખેતી અને પશુપાલન તરફ વળી જતા હોય છે અને તેમાં મહેનત કરીને મોટી સિદ્ધિ મેળવતા હોય છે. એવામાં ઘણા એવા લોકો પાસે સારી ઔલાદની ગાયો-ભેંસો હોય છે જે સારી માત્રામાં દૂધ પણ આપતી હોય છે અને તેમાંથી લોકો સારી એવી આવક પણ કરતા હોય છે.

આજે આપણે એક એવી ભેંસ વિષે જાણીએ.આ પશુપાલક પાટણના કમલીવાડા ગામના રહેવાસી છે અને તેમની પાસે બન્ની જાતની ભેંસ છે, આ ભેંસ રોજે રોજ ૨૭ લીટર ૬૦૦ ગ્રામ દૂધ આપે છે. આ વિસ્તારમાં બધા જ લોકો પશુપાલન કરતા હોય છે અને તેઓ તેમાંથી તેમની આજીવિકા મેળવતા હોય છે.

તેમાં આ જિલ્લામાં બધા જ લોકો પશુપાલન વધારે કરતા હોય છે.આ વ્યક્તિનું નામ ઘેમરભાઈ છે અને તેમની પાસે બન્ની જાતિની ભેંસ છે જે રોજે રોજ ૧૪૦૦ રૂપિયાનું દૂધ આપે છે. આ ભેંસ દિવસનું ૨૭ લીટર દૂધ આપે છે અને એક લીટર દૂધ ૫૫ રૂપિયે જાય છે.

પશુપાલકોને પ્રેરિત કરવા માટે કેટલીય વખતે પશુપાલન વિભાગ હરીફાઈ યોજાતી હોય છે અને તેમાં પણ આ ભેંસ પહેલા આવે છે.તો તેમને ૨૫૦૦૦ રૂપિયાનું ઇનામ પણ મળે છે અને તેઓની ભેંસનો પહેલો જ નંબર આવે છે,

તેઓ તેમની ભેંસને બે ટાઈમ પાપડી, સાબરદાણ અને બીજી ઘણી આવી વસ્તુ ખવડાવે છે અને આટલું દૂધ આપે છે. તો તેમની ભેંસને લેવા માટે ૫ લાખ રૂપિયા આપવા માટે પણ તૈયાર થઇ ગયા હતા તો પણ પશુપાલકે આ ભેંસને વેચી નહતી.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.