કપરા સમયમાં પણ દીકરીએ માતા-પિતાનું નામ રોશન કર્યું,દીકરીને 12મુ ધોરણ ચાલુ થયું કે કેન્સર હોવાનું સામે આવતા પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો – GujjuKhabri

કપરા સમયમાં પણ દીકરીએ માતા-પિતાનું નામ રોશન કર્યું,દીકરીને 12મુ ધોરણ ચાલુ થયું કે કેન્સર હોવાનું સામે આવતા પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો

તેમે ઘણીવાર જોયું હશે કે લોકો નાની નાની વાતોમાં હિંમત હારી જાય છે અને પછી માની લે છે કે તેમના જીવનનો આજ અંત છે અને મેહનત કરવાની પણ બંધ કરી દે છે. પણ આજે અમે તમને એક એવી દીકરી વિષે જણાવીશું કે જેની હિંમત જાણીને તમે પણ ચોકી પડશો.

આ દીકરીનું નામ પ્રમિતા તિવારી છે. અને તે લખનઉની રહેવાસી છે. તે ૧૨ માં ધોરણમાં પોતાનો અભ્યાસ કરે છે.જયારે તે ૧૨ માં ધોરણમાં આવી ત્યારે તે બીમાર રહેતી હતી તો માતા પિતા તેને ડોક્ટર પાસે લઈને ગયા.

ત્યાં તપાસ કરતા જે હકીકત સામે આવી તેનાથી આખા પરિવારમાં દુઃખના વાદળો છવાઈ ગયા. ડોક્ટરની તપાસમાં જાણવા મળ્યું કે પ્રમિતાને કેન્સર છે. આ વાતની જાણતાની સાથે જ આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ વાત સાંભળી પ્રમિતા પણ ખુબજ દુઃખી રહેવા લાગી હતી પણ માતા પિતાએ દીકરીને હિંમત આપી કે તેને કશું નથી થયું અને હિંમત આપી. તો દીકરીએ પણ પોતાની હિંમત વધારી બીમારી ભૂલીને પોતાની ૧૨ માંની પરીક્ષાની તૈયારી કરી અને ૧૨ માં ધોરણમાં ૯૭ ટકા લાવીને બધાને ચોંકાવી દીધા હતા. પોતાની સારવારની સાથે તે તૈયારી પણ ચાલુ રાખી.

કેન્સરનું નામ સાંભરવાની સાથે જ લોકો હિંમત હારી જતા હોય છે અને પોતાના દિવસો હતાશામાં વિતાવવાના ચાલુ. પણ આ દીકરીએ કેન્સર હોવા છતાં આજે ૧૨ માં ધોરણમાં ૯૭ ટકા લાવીને બધા જ લોકોને ચોંકાવી દીધા છે. દીકરીએ સાબિત કરી દીધું કે જો મનમાં હિંમત હોય તો વ્યક્તિ કઈપણ કરી શકે છે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.