કપડવંજની આ મહિલા ખેતરમાં કામ માટે ગઈ હતી પણ મોડા સમય સુધી ઘરે પરત ન આવતા દીકરાએ તપાસ કરી તો જે જાણવા મળ્યું તે…
અત્યારના ચાલી રહેલા સમયમાં ઘણા અવનવા બનાવો બનતા હોય છે, ઘણા બનાવો તો એવા બનતા હોય છે કે તે જાણીને દરેક લોકો ચોકી ઉઠતા હોય છે, હાલમાં એક તેવો જ બનાવ કપડવંજના વિરણીયા ગામમાંથી સામે આવ્યો હતો, આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે આ ગામમાં રહેતા ૪૨ વર્ષના એક મહિલા પશુ માટે ઘાસ ચારો લેવા માટે ખેતરમાં ગયા હતા.
ખેતરમાં ઘાસ ચારો લેવા ગયેલ મહિલાને અચાનક જ વીજકરંટ લાગ્યો તો ઘટનાસ્થળ પર જ મહિલાનું મૃત્યુ થઇ ગયું હતું, ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળ પર આવી ગઈ અને બધી તપાસ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂ કરી, આ બનાવની વધુ જાણકારી મળતા કપડવંજના વિરણીયા ગામમાં રહેતા આ મહિલાનું નામ કૈલાશબેન સોલંકી હતું.
કૈલાશબેનની ઉંમર ૪૨ વર્ષ હતી, શુક્રવારના રોજ બપોરે કૈલાશબેન ઘરેથી ઘાસચારો લેવા માટે ખેતરમાં ગયા અને ખેતરમાં વીજ વાયરને અચાનક જ અડી જતાં કરંટ લાગ્યો તો ઘટનાસ્થળ પર જ કરંટ લાગવાથી કૈલાશબેનનું મૃત્યુ થઇ ગયું હતું, ત્યારબાદ કૈલાશબેનનો દીકરો ઘરે આવ્યો તો ઘરે તેની માતા જોવા ના મળી એટલે દીકરાએ માતાની શોધખોળ કરવાની શરૂ કરી.
તો કપાસના ખેતર પાસેથી કૈલાશબેનનો મૃતદેહ મળી આવ્યો તો તે જોઈને દીકરો દુઃખી થઇ ગયો અને ત્યાંના ત્યાં માતાના મૃતદેહને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો, ત્યારબાદ આ ઘટનાની જાણ કપડવંજ પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળ પર આવી ગઈ અને બધી તપાસ કરીને ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી.