કચ્છી કોયલ તરીકે જાણીતા એવા ગીતાબેન રબારીએ રક્ષાબંધનના દિવસે BSF ના જવાનોને રાખડી બાંધીને ભગવાન તેમને સલામત રાખે તેવી પ્રાર્થના કરી. – GujjuKhabri

કચ્છી કોયલ તરીકે જાણીતા એવા ગીતાબેન રબારીએ રક્ષાબંધનના દિવસે BSF ના જવાનોને રાખડી બાંધીને ભગવાન તેમને સલામત રાખે તેવી પ્રાર્થના કરી.

રક્ષાબંધનના તહેવારને ભાઈ બહેનનો પ્રેમ અને પવિત્રતાનો તહેવાર માનવામાં આવે છે, દેશની સેવા કરવા માટે દિવસ રાત ખડે પગે રહીને સેનાના જવાનો દેશની સેવા કરતા હોય છે અને તેમની ફરજ બજાવતા હોય છે, આ જવાનો પણ એક ભાઈની જેમ આપણી રક્ષા કરતા હોય છે, તેથી તેમની રક્ષા માટે પણ અનેક મહિલાઓ ખાસ રાખડીઓ મોકલતી હોય છે.

રાખડી મોકલીને દરેક મહિલાઓ જવાનોની સલામતી માટે પ્રાર્થના કરતી હોય છે, તેવા જ રક્ષાબંધનના પ્રસંગે કચ્છી કોયલ ગીતાબેન રબારીએ ભુજ ખાતે સીમા સુરક્ષા બળના જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધનના તહેવારની ભવ્ય ઉજવણી કરી હતી. ગીતાબેન રબારી પોતાના મધુર કોકિલ કેરા અવાજથી દેશ અને વિદેશમાં કચ્છી કોયલના નામથી જાણીતા બન્યા હતા.

ગીતાબેન રબારી છેલ્લા ઘણા વર્ષોથી બી.એસ. એફ.ના જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધનના તહેવારની ભવ્ય ઉજવણી કરતા હોય છે, તેથી આ વર્ષે પણ ગીતાબેન રબારીએ ભુજ ખાતે આવેલા સીમા સુરક્ષા બળના સેક્ટર હેડક્વાટર ખાતે બીએસએફના સો જેટલા જવાનોને રાખડી બાંધીને ભગવાન તેમને સલામત રાખે તે માટે પ્રાર્થના કરી હતી.

રક્ષાબંધનના દિવસે તે તહેવારને વધારે યાદગાર બનાવવા માટે પોતાના મધુર કંઠે યે દેશ હૈ વીર જવાનો કા ગીત સાંભળવા માટે લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા, આમ તો સેનાના જવાનો શિસ્તમાં રહેતા હોય છે અને હેડક્વાટરમાં પણ શાંતિનો માહોલ જોવા મળતો હોય છે.

પરંતુ રક્ષાબંધનના દિવસે બીએસએફનો આખો કેમ્પસ તાળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો તો તે દ્રશ્યો જોઈને ગીતાબેન રબારી પણ ખુબ જ ખુશ થઇ ગયા હતા, ગીતાબેન રબારીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે દેશની સેવા માટે જવાનો પોતાનું બલિદાન પણ આપી દેતા હોય છે અને દેશની સેવા માટે હંમેશા માટે તૈયાર જ રહેતા હોય છે.