કચ્છમાં આ વૃદ્ધ ઘરની બહાર રમતા બાળકોને આખલો મારશે એવું વિચારીને તેમને બચાવવા માટે ગયા પણ જે વાતનો ડર હતો એ જ તેમની સાથે થયું.
રાજ્યમાં હાલ દરેક શહેરમાં રખડતા ઢોરનો આતંક ખુબજ વધી રહ્યો છે જેના કારણે અનેક લોકો સાથે જાનહાની થતી જોવા મળે છે.રાજ્યમાં અનેક લોકો રખડતા ઢોરનો આતંકનો સામનો કરી રહ્યા છે ત્યારે આજે તેવી જ એક ઘટના વિષે વાત કરવાના છીએ.જેમાં કચ્છમાં રખડતા આખલાની અડફેટે આવતા એક વૃદ્ધનું મોત થયું છે.કચ્છ જિલ્લામાં પણ રખડતા ઢોરનો આતંક યથાવત છે.દરેક લોકો રખડતા ઢોરથી ડરી રહ્યા હતા ત્યારે આજે તેવી જ ઘટના સામે આવી છે.
ગુરુવારના દિવસે ૬૫ વર્ષના વૃદ્ધને આખલાએ અડફેટે લેતા તેમને ગંભીર ઇજા થઈ હતી જેને લઈને તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.તેમની ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં જ તેમનું મૃત્યુ થયું હતું.અત્યારે દરેક શહેરમાં રખડતા ઢોરનો ખુબજ ત્રાસ વધી રહ્યો છે.
જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.અત્યારે દરેક લોકો ઘરની બહાર નિકરે ત્યારે દરેક લોકો ઢોરના કારણે હેરાન પરેશાન થતા હોય છે.જેના લીધે અનેક રોડ અકસ્માત પણ થતા હોય છે.
આજે દરેક લોકો એક માંગ કરી રહ્યા છે કે રખડતા ઢોરને સલામત જગ્યાએ ખસેડવા જોઈએ જેથી આવી જાનહાની તરી જાય.આજે મૃતકનો પરિવાર પણ કહી રહ્યો છે આજે અમારા સ્વજનનો જીવ ગયો છે જેથી તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.જેથી શહેરમાં રખડતા ઢોરનો આતંક ખુબજ વધી રહ્યો છે જે અટકાવ માટે અનેક બહાર આવ્યા છે અને સરકારને રજુવાત કરી રહ્યા છે.