કચ્છની બોર્ડર પર ભેડિયાબેટ હનુમાનદાદા હાજરા હજુર બિરાજમાન છે, દાદાના દર્શન માત્રથી જ ભક્તોના મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે…. – GujjuKhabri

કચ્છની બોર્ડર પર ભેડિયાબેટ હનુમાનદાદા હાજરા હજુર બિરાજમાન છે, દાદાના દર્શન માત્રથી જ ભક્તોના મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે….

ગુજરાતના ખૂણે ખૂણે દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે અને આ તમામ મંદિરોમાં દેવી-દેવતાઓ સાક્ષાત બિરાજમાન છે. આજે આપણે હનુમાન દાદાના મંદિર વિષે જાણીએ દાદાનું આ ચમત્કારિક મંદિર કચ્છની બોર્ડર પર આવેલું છે.

અહીંયા દાદા સાક્ષાત બિરાજમાન છે, કચ્છની ધરતી પર ઘણા એવા પવિત્ર સ્થાનકો આવેલા છે.આ મંદિર ભેડિયાબેટ હનુમાન દાદા તરીકે ઓળખાય છે, આ મંદિર ભારતની સરહદ પર આવેલું છે. અહીંયા ભારતની સિમનું રખોપુ હનુમાન દાદા જાતે કરે છે.

હનુમાન દાદાના મંદિર વિષે જો વાત કરવામાં આવે તો વર્ષ ૧૯૭૧ માં જયારે યુદ્ધ થયું ત્યારે ભારતીય સેનાના જવાનો પાછા આવતા હતા ત્યારે તેમને હનુમાન દાદાની મૂર્તિ મળી હતી.

ત્યારે આકાશવાણી થઇ હતી અને હનુમાન દાદાનું મંદિર બનાવવા માટે સૂચના આપી હતી. આમ તલાઈ ચોકી પાસે આ મૂર્તિ મળી હતી અને અહીંયા થોડું અંદર મંદિર બનાવવામાં આવ્યું છે. આજે અહીંયા ભક્તો ઘણી મોટી સંખ્યામાં દાદાના દર્શને આવે છે અને દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ પણ કરે છે.

મંદિરમાં દાદા પ્રત્યે જવાનોને અતૂટ શ્રદ્ધા છે, એટલે અહીંયા માનતાઓ પણ માંગે છે અને માનતા પુરી થતા ભક્તો મંદિરમાં દાદાને ઘંટ ચડાવે છે. આમ અહીંયા આવતા ભક્તોના દુઃખો દાદાના આશીર્વાદથી દૂર થઇ જાય છે અને મનની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. આવી જ રીતે અહીંયા દર્શને આવતા ભક્તો કોઈ દિવસે ખાલી હાથે પાછા જતા નથી.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.