કચ્છની કોયલ ગણાતા ગીતા બેન રબારીએ અમેરિકામાં નચાવ્યા ભૂરીયાઓને,ભૂરીયા પણ નાચવા લાગ્યા,જુઓ આ વિડીયો…. – GujjuKhabri

કચ્છની કોયલ ગણાતા ગીતા બેન રબારીએ અમેરિકામાં નચાવ્યા ભૂરીયાઓને,ભૂરીયા પણ નાચવા લાગ્યા,જુઓ આ વિડીયો….

નવરાત્રીનો તહેવાર આવેને દરેક ગુજરાતીઓના ચહેરા ચમકવા લાગે.ગરબાના તાલે ગુજરાતીઓને કોઈ પણ પોહચી શકે તેમ નથી.કોરોના બાદ આ વર્ષે નવરાત્રીનો ડંકો ફક્ત ગુજરાતમાં જ નહિ વિદેશ પણ ધૂમધામથી વાગ્યો હતો.ગુજરાતના લોક ગાયિકા ગીતાબેન રબારીએ અમેરિકામાં નવરાત્રીના કાર્યક્રમો કર્યા હતા.તેમણે અમેરિકાના અલગ અલગ શહેરોમાં કાર્યક્રમો કર્યા હતા જેમાં ન્યૂ જર્સી,શિકાગો,કેન્ટુકી વગેરેનો સમાવેશ થાય છે.

ગીતાબેન રબારી આજે દરેક ગુજરાતી માટે જાણીતુ નામ છે.ગીતાબેન રબારીનાં અવાજનાં દિવાના કોરોડ ગુજરાતીઓ છે.તેમનાં ડાયરાનાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડે છે.ગીતા બેન ન ફક્ત ગુજરાતમાં પણ દેશ વિદેશમાં કાર્યક્રમ કરે છે.નોંધનીય વાત એ છે કે તેમના સુરીલા અવાજ પર વિદેશીઓ પણ ઝૂમી ઉઠ્યા હતા.હાલમાં જ ગીતાબેન રબારીનો એક વીડ્યિો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગીતાબેનના ગીત પર લોકો ખુબ જ ગરબે ઝુમી રહ્યા છે.ગીતાબેન રબારીએ શેર કરેલી તસવીરમાં જોઇ શકાય છે કે તેઓ ભીડ સાથે સેલ્ફી ક્લિક કરી રહ્યા છે.રસપ્રદ વાત એ છે કે નવરાત્રીનાં તહેવારોમાં ગીતાબેન રબારીએ લોકોને પોતાના સુરીલા કંઠે મંત્રમુગ્ધ કર્યા હતા.

ગીતાબેન રબારીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના કાર્યક્રમોની તસવીરો તથા વિડીયો શેર કર્યા છે. તેમણે શેર કરેલા વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલા ઉત્સાહથી વિદેશમાં પણ લોકો ગરબે ઘૂમી રહ્યા છે.તમને જણાવીએ કે સોશિયલ મીડિયા પર ગીતા રબારીનાં ચાહકોની સંખ્યા મોટી છે અને તે પણ ખુબજ એક્ટિવ રહે છે.હાલમાં તેમણે તેમનાં સોશિયલ મીડિયા પેજ પર ઘણી તસવીરો શેર કરી છે.