કચ્છના ચાર શિક્ષકોને બાળકોના સારા ભવિષ્ય માટે શ્રેષ્ઠ શિક્ષણનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા. – GujjuKhabri

કચ્છના ચાર શિક્ષકોને બાળકોના સારા ભવિષ્ય માટે શ્રેષ્ઠ શિક્ષણનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા.

આપણે દરેક લોકો જાણીએ જ છીએ કે શિક્ષકો બાળકોનું ભવિષ્ય સુધારવા માટે દિવસ રાત મહેનત કરીને બાળકોને અભ્યાસ કરાવતા હોય છે, હાલમાં ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જાહેર કરાતાં રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અંતર્ગત ચાલુ વર્ષે રાજ્યના ૪૪ શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી હતી, તેમાં કચ્છના ચાર શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સતત ત્રીજા વર્ષે પણ કચ્છમાંથી ચાર શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી, કચ્છના બાળકોને શિક્ષણ ક્ષેત્રે પોતાની સૂઝબૂઝથી નવા નવા ઢબે બાળકોને ભણાવવા માટે શિક્ષકોને રાજ્ય સરકારે બિરદાવી ને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોમાં સ્થાન આપ્યું હતું, ગુજરાત સરકાર દ્વારા રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકના કાર્યક્રમમાં ચાર ઝોનમાંથી શિક્ષકોની પસંદગી કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. તેમાં ઉત્તર ઝોનમાંથી કચ્છના ચાર શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી, વિવિધ કેટેગરીમાંથી શિક્ષક, આચાર્ય અને પ્રાથમિક શિક્ષણના કેટેગરીમાંથી કચ્છના શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી.

કચ્છના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકમાં લહેરીકાન્ત શિવજીભાઈ ગરવા અને માંડવીના બાગ ગામની વાડી વિસ્તારમાં આવેલી હુંદરાઈબાગ પ્રાથમિક શાળાના શિક્ષક દીપક જેઠાલાલ મોતાની પસંદગી કરવામાં આવી હતી, સતત ત્રીજા વર્ષે કચ્છમાંથી ચાર શિક્ષકોની

પસંદગી થતા કચ્છનું ગૌરવ વધ્યું અને સાથે સાથે કચ્છનું ગૌરવ વધતા જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પસંદગી થયેલા ચાર શિક્ષકો અને આચાર્યને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.