કચ્છના આ શિક્ષક છેલ્લા ૨૩ વર્ષથી મનોદિવ્યાંગ બાળકોને ભણાવીને તેમને પગભર કરીને ભવિષ્ય સુધારવાનું કામ કરી રહ્યા છે.
આપણે દરેક લોકો જાણીએ જ છીએ કે શિક્ષકો દિવસ રાત મહેનત કરીને પોતાની સુઝબુઝથી બાળકોને સારો અભ્યાસ કરાવીને તેમનું ભવિષ્ય સુધારવાનું કામ કરતા હોય છે, આજે આપણે એક તેવા જ કચ્છના એક શિક્ષક વિષે વાત કરીશું, આ શિક્ષકનું નામ કિરતસિંહ ઝાલા હતું, કિરતસિંહ ઝાલા મનોદિવ્યાંગ બાળકોને ભણાવીને બીજા વિદ્યાર્થીઓની સાથે સામાન્ય શિક્ષણ મળે તે માટે બાળકોને તૈયાર કરી રહ્યા હતા.
કિરતસિંહ ઝાલાએ પોતાની મહેનતથી અત્યાર સુધી પચાસ કરતા પણ વધારે બાળકોને પોતાના પગભર કરીને તેમનું જીવન સુધારવાનું કામ કર્યું હતું, આ કાર્યને જોઈને કિરતસિંહ ઝાલાને રાજ્ય સરકાર તરફથી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકમાં રાજ્યના ૪૪ શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી હતી.
તેમાં કચ્છના ચાર શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી, તેમાં એક શિક્ષક તરીકે કિરતસિંહ વાઘુભા ઝાલાની પણ શ્રેષ્ઠ શિક્ષકમાં પસંદગી કરવામાં આવી હતી, કિરતસિંહ વાઘુભા છેલ્લા ૨૩ વર્ષથી મનોદિવ્યાંગ બાળકોને શિક્ષણ આપીને તેમનું ભવિષ્ય સુધારવાનું કામ કરી રહ્યા હતા, કિરતસિંહ વાઘુભા IEDSS અંતર્ગત વિશિષ્ટ શિક્ષક તરીકે તેમની ફરજ બજાવી રહ્યા હતા.
કિરતસિંહ ઝાલા છેલ્લા ત્રેવીસ વર્ષથી દિવ્યાંગ બાળકોને શિક્ષણ અને તાલીમ આપીને અભ્યાસ કરાવીને તેમની ભવિષ્ય સુધારવાનું કામ કરી રહ્યા હતા, કિરતસિંહ વાઘુભાએ સ્પેશિયલ એજ્યુકેટર તરીકે તેમણે મનોદિવ્યાંગ
અને અન્ય દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને શિક્ષણ અને તાલીમ આપીને સેવાનું કામ કરી રહ્યા હતા, કિરતસિંહ વાઘુભા બાળકોને અભ્યાસની સાથે સાથે સ્પોર્ટ્સ અને સંગીત ક્ષેત્રે પણ આગળ વધવા માટે પ્રોત્સાહન કરતા હતા.