કચ્છના આ મુસ્લિમ યુવકે પોતાની માલિકીની જમીન ગામમાં મંદિર બનાવવા માટે દાનમાં આપીને એકતાનું એક ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું.
ગુજરાતમાં આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ જે તેમનું આખું જીવન લોકોની સેવા કરીને જ પસાર કરતા હોય છે, આજે આપણે એક તેવા જ ગુજરાતના ગામ વિષે વાત કરીશું, આ ઘટના કચ્છના જખૌનામાંથી સામે આવી હતી, આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે એક મુસ્લિમ યુવકે પોતાની માલિકીની જમીન મંદિર બનાવવા માટે દાન કરી હતી.
આ યુવકે પોતાની માલિકીની જમીન દાનમાં આપીને કચ્છની એકતાનું ઉત્તમ ઉદાહરણ સાબિત કર્યું હતું, આ બનાવ વિષે વધુ જાણકારી મળતા જાણવા મળ્યું હતું કે કચ્છના અબડાસા તાલુકાનો ઇતિહાસ વીરતાથી ભરેલો છે. તેથી અબડાસા તાલુકો એટલે એક એવું પ્રદેશ કે જ્યાં વીર અબડાએ મુસ્લિમ ધર્મની યુવતીઓના રક્ષણ માટે પોતાનો જીવ પણ આપી દીધો હતો.
તેથી આવા વીર વ્યક્તિત્વના નામે આ વિસ્તારને અબડાસા તરીકે ઓળખવામાં આવતો હતો, આ ગામમાં રહેતા દરેક સમાજના લોકો હળી મળીને રહેતા હતા અને હાલમાં અબડાસા તાલુકામાંથી ફરી એકવાર એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું હતું, અબડાસા તાલુકાના જખૌ ગામના એક મુસ્લિમ યુવકે મંદિર માટે પોતાની માલિકીની જમીન મંદિર બનાવવા માટે દાનમાં આપી દીધી હતી.
કચ્છમાં આવેલા જખૌના પોશાળ ચોકમાં મોડપીર દાદાનું મંદિર આવેલું છે. આ મંદિરની બાજુમાં ઘણા વર્ષોથી જખૌના હાજી અબ્દુલ સુમરાની જગ્યા હતી અને આ મંદિરને ગામના લોકોને વિશાળ બનાવવું હતું એટલે જમીનના માલિક હાજી અબ્દુલ સુમરાએ તે જમીન દાનમાં આપીને મોડપીર દાદાનું મંદિર બનાવવા માટે ગામના લોકોને દાનમાં આપીને એક ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું.