ઓલપાડના આ હોમગાર્ડ જવાને છેલ્લા સાત વર્ષમાં ૩૦૦ કરતા પણ વધારે મૃતદેહોને ઉપાડીને તેમને સલામત જગ્યાએ પહોંચાડીને અનોખી સેવાનું કાર્ય કરી રહ્યા છે.
આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ જે તેમનું આખું જીવન સમાજ સેવા પાછળ જ પસાર કરતા હોય છે, આજે આપણે તેવા જ ઓલપાડના સાયણના એક યુવાન વિષે વાત કરીશું, આ યુવાન ગુજરાત હોમગાર્ડની ફરજ બજાવવાની સાથે સાથે અકસ્માત કે અનેક રીતે મૃત્યુ થયેલા લોકોના મૃતદેહોને ઉઠાવીને તેને સલામત જગ્યાએ પહોંચાડીને સમાજસેવાનું પણ કામ કરતા હતા.
આ યુવક છેલ્લા સાત વર્ષથી હોમગાર્ડમાં તેમની ફરજ બજાવી રહ્યા હતા તેથી આ યુવકે છેલ્લા સાત વર્ષમાં આશરે ત્રણસો કરતા પણ વધારે મૃતદેહોને ઉપાડીને સમાજસેવાનું કાર્ય કરી રહ્યા હતા. તેથી જે લોકોને મનમાં સમાજ સેવા કરવાનો નિર્ધાર હોય તો તે લોકો કોઈ પણ રીતે અને ગમે ત્યારે સેવાકીય પ્રવૃતિઓ કરીને સેવાના કાર્ય કરી શકે છે.
આ વાતને હોમગાર્ડના જવાન મહેશભાઇ ગંગારામભાઈ લાડ એ સાબિત કરીને બતાવી હતી, મહેશભાઇ વર્ષ ૨૦૧૪ માં સુરત ગ્રામ્યના ઓલપાડ તાલુકાનાં સાયણ યુનિટમાં હોમગાર્ડની ફરજ બજાવવા માટે તેમની ભરતી કરવામાં આવી હતી, મહેશભાઇ સમાજ સેવાને સૌથી મહત્વનો ધર્મ માનતા હતા તેથી મહેશભાઇ નોકરી કરીને વધતા સમયમાં આઉટ પોસ્ટ પોલીસ ચોકીની કામગીરીઓમાં મદદરૂપ પણ થતાં હતા.
મહેશભાઇ હોમગાર્ડ જવાન તરીકે તેમની ફરજ બજાવતા હતા તે સમય દરમિયાન મહેશભાઈ કામ માટે સાયણ પોલીસ ચોકીમાં બેઠા હતા અને તે સમયે કોઈ અજાણ્યા પુરૂષનો મૃતદેહ તણાઈને આવ્યો હોવાની જાણ થઇ તો તાત્કાલિક જ મહેશભાઇએ પોતાની હિમ્મત પૂર્વક નહેરમાંથી મૃતદેહ બહાર કાઢીને સેવાનું કાર્ય કરીને માનવતા મહેકાવી છે.
જે સમયે દેશમાં કોરોના ચાલી રહ્યો હતો તે સમયે પણ મહેશભાઇએ તેમના મિત્રો સાથે મળીને એક ખાનગી હોસ્પિટલની શબવાહીની મદદથી દિવસ રાત સેવામાં હાજર રહીને ૧૦૦ કરતા પણ વધારે કોરોનાના કારણે મૃત્યુ થઇ ગયેલા લોકોના મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે લઇ જઈને તેમના અંતિમ સંસ્કાર કરીને સેવાનું કામ કર્યું હતું.