ઓપર્શન દરમિયાન આ 13 વર્ષની બાળકીના પેટમાંથી એવી વસ્તુ નીકળી કે,જોતાં ની સાથે જ ડોક્ટરો પણ ધ્રુજી ગયા….. – GujjuKhabri

ઓપર્શન દરમિયાન આ 13 વર્ષની બાળકીના પેટમાંથી એવી વસ્તુ નીકળી કે,જોતાં ની સાથે જ ડોક્ટરો પણ ધ્રુજી ગયા…..

ઘણીવાર એવા એવા વિચિત્ર કિસ્સા સામે આવે છે કે જે ડોક્ટરોને પણ હેરાન કરી દે તેવા હોય છે.હાલમાં વસઈથી એવો જ એક કિસ્સો સામે આવ્યો છે.જે વાલીઓને વિચારતા કરે તેવો છે.આ કિસ્સો વસઈની એક ખાનગી હોસ્પિટલમાં જોવા મળ્યો હતો.ઓપરેશન દરમ્યાન 13 વર્ષની છોકરીના પેટમાંથી ડોક્ટર એવી વસ્તુ કાઢી કે જાણી ને તમે પણ ધૃજી જશો.

છેલ્લા થોડા સમયથી 13 વર્ષની છોકરીના પેટમાં સખત દુઃખાવો,પેશાબની તકલીફ,ભૂખ લાગતી ન હતી તેમજ ઊલટીની ફરિયાદ હતી.તેથી પીડિત છોકરીને તેના મમ્મી પપ્પા વસઈ-પશ્ચિમમાં આવેલી ડિસોઝા હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં.ડોકટરે સોનોગ્રાફી કરવાની સલાહ આપી હતી.જેથી પરિવારે સોનોગ્રાફી કરાવી હતી.

જ્યારે સોનોગ્રાફી રીપોર્ટ આવી ગયો અને ડોકટરે જોયો તો ડોક્ટર પણ સ્તબ્ધ થઇ ગયા.છોકરીના પેટમાં મોટા પ્રમાણમાં વાળનો ગુચ્છો જોવા મળ્યો હતો.ભારે જહેમત તેમજ દોઢેક કલાક ચાલેલા ઓપરેશનમાં 13 વર્ષની છોકરીના પેટમાંથી 32 ઇંચ લાંબો વાળનો ગુચ્છો દૂર કરવામાં આવ્યો હતો.

કિશોરીની વધુ તપાસ કરતાં જણાયું કે, કિશોરીને 7-8 વર્ષથી વાળ ખાવાની આદત હતી, જે અંગે તે પોતે અજાણ હતી.મેડિકલ હિસ્ટ્રીને આધારે કિશોરીની સોનોગ્રાફી કરતાં હોજરીમાં વાળનો ગુચ્છો હોવાનું જણાયું હતું.આ વાળનો ગુચ્છો હોજરીથી નાના આંતરડાના બીજા ભાગ સુધી લાંબો હતો.

ડૉક્ટરોએ જણાવ્યા અનુસાર દીકરીને રેપુંઝેલ સિન્ડ્રૉમ નામની સમસ્યા હતી, જેમાં વ્યક્તિ પોતાના જ વાળ ગળી જતી હોય છે.આ વાળના ગુચ્છાને મેડિકલ ભાષામાં ટ્રાયકોબિઝર અથવા રિપુન્ઝલ્સ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. ખાસ કરીને મહિલા અને છોકરીઓમાં આ પ્રકારની તકલીફ વધુ જોવા મળે છે.તેમજ વાળ ખાવાની એક પ્રકારની કુટેવ તેમજ માનસિક બીમારીમાં આમ થઈ શકે છે.