એવું ચમત્કારીક મંદિર કે જ્યાં ગરબા રમવાથી ભકતોના જીવનના દરેક દુઃખ દૂર થઇ જાય છે…..
ગુજરાતમાં એક એવું ધાર્મિક સ્થળ છે ત્યાં માં ચામુંડાના ત્રણ મુખ સાથે બિરાજમાન છે.જે જાણીને તમે પણ ચોકી ઉઠશો.તો આજે અમે તમને વાત કરવાના છીએ કે ત્યાં માતાજીના ત્રણ મુખ કેવી રીતે પ્રગટ થયા હતા.જે મંદિર વલસાડ શહેરથી આઠ કિલોમીટર દૂર પારનેરના ડુંગર પર આવેલા કિલ્લામાં બિરાજમાન દેવી ચંદ્રિકા નવદુર્ઘા અને મહાકાળી માતાની સ્થાપના થઈ છે.આ કિલ્લામાં ચામુંડા માતાને વિશ્વની એક માત્ર ત્રિમુખી પ્રતિમાના ભક્તો દર્શન કરે છે.
શક્તિસ્વરૂપા માં ચામુંડા અને ઊંચા ડુંગર પર બિરાજમાન છે અને ભક્તો પણ માના દર્શન માટે આકળો પથ પાર કરી માતાજીના દર્શન કરવા માટે પહોંચે છે.ત્યાંના ૧ હજાર પગથિયાં ચડતા દરેક ભક્તોના મુખમાં માતાજીનું નામ રહેતું હોય છે.નાના મોટા અને વૃદ્ધ એમ દરેક લોકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ સુવિધા કરવામાં આવી છે.માતાજીના ધામમાં ભક્તો વિવિધ રીતે પોતાની આસ્થાની સાબિતી આપતા હોય છે.કોઈક પગપાળા ઘરેથી નિકરે છે.તો કોઈક દરેક પગથિયાં પર સાથિયા પુરે છે.
અથવા પગથિયે પગથિયે ફૂલ મૂકે છે.તો અમુક લોકો માતાજીને પ્રસાદ કે થાળ અર્પણ કરે છે.ત્યાં હનુમાનજી અને શીતળા માતાજીનું મંદિર પણ આવેલું છે.કિલ્લાની દક્ષિણ દિશામાં પથ્થરની ગુફામાં મહાકાળી માતાનું સ્થાનક પણ જોવા મળે છે.તે બે મંદિરની વચ્ચે વાવ પણ આવેલી છે.આસો સુદ આઠમના દિવસે ભરાતા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધારુઓ દર્શન કરવા ઉમટી પડે છે.લોક માન્યતા અનુસાર આ મંદિરમાં નવરાત્રી દરમિયાન ગરબા રમવાથી માતાજી દરેક મનોકામના પૂર્ણ કરે છે.