એક સમયે લારી લઈને ધંધો કરતાં આ વ્યક્તિ,આજે કરોડો રૂપિયા કંપની ઊભી કરી દીધી,જાણો કઈ રીતે મળી આટલી મોટી સફળતા – GujjuKhabri

એક સમયે લારી લઈને ધંધો કરતાં આ વ્યક્તિ,આજે કરોડો રૂપિયા કંપની ઊભી કરી દીધી,જાણો કઈ રીતે મળી આટલી મોટી સફળતા

કહેવાય છે ને મહેનતથી જ નસીબ બદલી શકાય છે.આવું ચેન્નાઈના પલ્લવરમમાં જન્મેલા આસિફ અહેમદ સાથે પણ થયું.ભૂતકાળમાં તેમનો પરિવાર ખૂબ જ ગરીબ હતો.ઘરની હાલત એટલી ખરાબ હતી કે આસિફને 12 વર્ષની ઉંમરે કામ કરવાની ફરજ પડી હતી.શરૂઆતમાં તેમને ખબર પણ ન હતી કે આગળ હવે શું કરવું.કોઈક રીતે તેમણે અખબારો અને જૂના પુસ્તકો વેચીને ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું.

આનાથી પણ કામ ન બન્યું.તેથી 14 વર્ષની ઉંમરે તેમણે ચપ્પલનો વ્યવસાય શરૂ કર્યો.શરૂઆતમાં તેમને ઘણી સફળતા મળી પણ પછી ધીમે ધીમે આ ધંધો પણ બંધ થવા લાગ્યો.પરિવાર અને પોતાનું ભરણપોષણ કરવું ખુબ મુશ્કેલ બનવા લાગ્યું.તેમને પહેલેથી જ રસોઈનો ખુબ શોખ હતો.તેથી તેમણે લગ્ન અને પાર્ટીઓમાં બિરયાની બનાવવાનું શરૂ કર્યું.

જીવનમાં કંઈક સારું કરવા માટે તેઓ મુંબઈ સ્થાઈ થઇ ગયા.તે સમયે તેમના બેંક ખાતામાં માત્ર 4 હજાર રૂપિયા હતા.આ કારણે તેમણે મુંબઈમાં લારી લઈને બિરયાની વેચવાનું શરૂ કર્યું.ધીમે ધીમે લોકો તેમની બિરયાનીને પસંદ કરવા લાગ્યા અને તેમની સ્વાદિષ્ટ બિરયાનીની ચર્ચા દૂર દૂર સુધી થવા લાગી.આ ધંધામાં અઢળક કમાણી થવા લાગી.તે અહીં ક્યાં થોભવાના હતા?તેમણે એક રૂમ ભાડે લીધો અને ત્યાં બિરયાની વેચવાનું શરૂ કર્યું.

મુંબઈમાં તે હવે ‘આસિફ બિરયાની’ના નામથી ફેમસ થઈ ગયા હતા.જ્યારે આવક વધવા લાગી તો તેમણે એક આઉટલેટ ખોલ્યું.તેમણે બેંકમાંથી લોન લીધી અને પોતાની 8 રેસ્ટોરન્ટ ખોલી.આજે તેમની આસિફ બિરયાની પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની ચાલે છે અને આ કંપનીનું વાર્ષિક ટર્નઓવર કરોડોને વટાવી ગયું છે.તમને જણાવીએ કે હાલ આસિફ બિરયાની નું ટર્નઓવર આશરે 40 કરોડનું છે.ખરેખર સિદ્ધિ તેને જયવરે જે પરસેવે ન્હાય.