એક સમયે આ મહિલાની લોકો મજાક ઉડાવતા હતા તો પણ મહિલાએ હિંમત હાર્યા વગર બાઈકો થી લઈને મોટા મોટા ટ્રકના ટાયરોનું પંચર કાઢીને પરિવારની જવાબદારી સંભાળી રહી છે. – GujjuKhabri

એક સમયે આ મહિલાની લોકો મજાક ઉડાવતા હતા તો પણ મહિલાએ હિંમત હાર્યા વગર બાઈકો થી લઈને મોટા મોટા ટ્રકના ટાયરોનું પંચર કાઢીને પરિવારની જવાબદારી સંભાળી રહી છે.

દેશમાં આપણે ઘણી મહિલાઓને જોતા હોઈએ છીએ જે પોતાના પરિવારને ટેકો કરવા માટે દિવસ રાત મહેનત કરતી હોય છે, આજે આપણે એક તેવી જ મહિલા વિષે વાત કરીશું, આ મહિલાનું નામ કમલા નેગી હતું, કમલા નેગી ટાયરમાં હવા ભરવાનું અને રસ્તાના કિનારે પંચર કાઢવાનું કામ કરીને પરિવારને ગુજરાન ચલાવવા માટે ટેકો કરી રહી હતી.

કમલા નેગી ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના રહેવાસી હતા, કમલા નેગી છેલ્લા પંદર વર્ષથી પંચરની દુકાન ચલાવી રહ્યા હતા, કમલા નેગી નૈનીતાલના રામગઢ બ્લોક ઓડાખાનમાં રહેતા હતા, હાલમાં કમલા નેગીને ઉંમર ૫૩ વર્ષ હતી તો પણ તે પંચર કાઢવાનું કામ કરી રહ્યા હતા, તેથી ત્યાંના સ્થાનિક લોકો કમલા નેગીને આયર્ન લેડી તરીકે ઓળખે છે.

કમલા નેગી સાયકલના ટાયરથી લઈને મોટા ટ્રક અને વાહનોના પંચર રિપેર કરવાનું કામ કરી રહ્યા હતા અને તેની સાથે સાથે કમલા નેગી બાઇક અને કારની સર્વિસિંગનું પણ કામ કરી રહ્યા હતા, કમલા નેગીની દુકાન રામગઢ-મુક્તેશ્વર રોડ પર હતી અને દુકાનની આજુબાજુ આશરે ૨૫ કિલોમીટરના એરિયામાં પંચરની બીજી કોઈ દુકાન ન હતી.

તેથી કમલા નેગીની દુકાનમાં રોજ મોટી ભીડ જ રહેતી હતી, ઘણીવાર નૈનીતાલના પ્રવાસે આવતા પ્રવાસીઓ પણ કમલા નેગીને પંચર રિપેર કરતા જોઇને ચોકી ઉઠતા હોય છે, કમલા નેગીએ આ કામ વર્ષ ૨૦૦૪ માં શરૂ કર્યું હતું, જે સમયે કમલા નેગીએ પંચરની દુકાનનું કામ કરવાનું શરૂ કર્યું તે સમયે પડોશના લોકો ટોણા મારતાં હતા પણ કમલાએ તે લોકોની વાતમાં ધ્યાન ન આપ્યું અને પોતાનું કામ કરવાનું શરૂ જ રાખ્યું હતું.

તેથી આજે કમલા નેગીની પંચરની દુકાન આખા વિસ્તારમાં ખુબ જ પ્રખ્યાત થઇ ગઈ હતી, કમલા નેગી અઠવાડિયાના સાત દિવસ સુધી પોતાની દુકાન ખુલ્લી રાખતી હતી અને ઘણીવાર ઈમરજન્સીમાં દુકાન બંધ થઈ જાય તો પણ તે ડ્રાઈવરોને મદદ કરતી હતી, તેથી દરેક લોકો કમલા નેગીને ટાયર ડોક્ટરના નામથી બોલાવતા હતા.