એક સમયે આ નાનકડા ગામની અંદર સમોસા વેચીને ગુજરાન ચલાવનાર ધીરુભાઈ બન્યા આવી રીતે ધનિક,વાંચવા લાયક છે તેમની આ કહાની…. – GujjuKhabri

એક સમયે આ નાનકડા ગામની અંદર સમોસા વેચીને ગુજરાન ચલાવનાર ધીરુભાઈ બન્યા આવી રીતે ધનિક,વાંચવા લાયક છે તેમની આ કહાની….

આજે ધીરુભાઈ અંબાણીને કોઈ નામનાની જરૂર નથી.તેમને દેશ સહીત આખી દુનિયામાં દરેક વ્યક્તિ ઓળખતું જ હશે.28 ડીસેમ્બર 1932ના દિવસે જન્મેલા ધીરુભાઈ અંબાણી ચોરવાડની બજારમાં સમોસા વેચતા હતા.આજે દેશના સૌથી ધનિક વ્યક્તઓમાં એક હતા.આજે તેમના જ લીધે મુકેશ અંબાણી દેશનાં સૌથી ધનિક વ્યક્તિ છે.

ગુજરાતનું નામ વિશ્વ ફલકે રોશન કરનાર ધીરજલાલ હિરાચંદ અંબાણી એટલે કે ધીરૂભાઈનો ધીરૂભાઈ અંબાણીનો જૂનાગઢના ચોરવાડ ખાતે હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વણિક કુટુંબમાં થયો હતો.

તેમણે એ.બીસ. એન્ડ કું.માં મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી.1977માં ધીરૂભાઈ અંબાણી તેમની કંપની રિલાયન્સને જાહેરમાં લઈ ગયા.ઘણી તાબડતોડ મહેનત બાદ અંબાણી પરિવારે વિશ્વના સૌથી વધુ ધનવાન પરિવારોમાં સ્થાન મેળવી લીધું.

કારોબાર વ્યવસ્થિતપણે ચાલતો હતો પણ 1965માં ચંપકલાલ દામાણી અને ધીરુભાઈ અંબાણીએ અલગ થવાનો નિર્ણય લીધો.ધીરુભાઈ હવે પોતાની રીતે મહેનત કરવા લાગ્યા.ધીરૂભાઈમાં સાહસવૃત્તિ નાનપણથી જ વધારે હતી જેથી તેઓ માનતા હતા કે ભવિષ્યમાં કિંમતો વધશે અને તેથી નફો મેળવવા માટે માલ-સામાનનું નિર્માણ જરૂરી હતું.આ પછી વર્ષ 1968માં તેઓ દક્ષિણ મુંબઈમાં અલ્ટમાઉન્ટ રોડ ખાતેના વૈભવી એપાર્ટમેન્ટમાં રહેવા ગયા.

વર્ષ 1970માં તેમની સંપત્તિ રૂપિયા 10 લાખ હતી.આ જોઇને વર્ષ 1977માં દેશના વિવિધ ભાગોમાંથી 58,000થી વધુ રોકાણકારોએ રીલાયન્સનો આઈપીઓ ભર્યો હતો.ગ્રામીણ ગુજરાતના નાના રોકાણકારોને એવું સમજાવવામાં ધીરુભાઈ સફળ રહ્યા હતા કે કંપનીના શેરધારક બનવાથી તેમને લાભ થશે.હવે રિલાયન્સનું વિશ્વભરમાં નામ હતું.

24 જૂન 2002ના રોજ હાર્ટ એટેકના કારણે ધીરુભાઈ અંબાણીને મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પરંતુ તબિયત ન સુધારતા 6 જુલાઈ 2002ના રોજ રાત્રે તેઓ મૃત્યુ પામ્યા.ધીરુભાઈના અવસાન સમયે રીલાયન્સ જૂથનું કુલ ટર્ન ઓવર રૂ. 75,000 કરોડ અથવા 15 અબજ અમેરિકી ડોલર હતું.અત્રે ઉલ્લેખનીય છે કે ધીરુભાઈએ માત્ર રૂપિયા 15,000 થી પોતાનો કારોબાર શરૂ કર્યો હતો.