એક વર્ષના કનવને જીવવા માટે જરૂર છે ૧૬ કરોડ રૂપિયા, માતા પિતાની આંખોની સામે દીકરો દરરોજ મોતના મુખની નજીક જઈ રહ્યો છે, બચાવી લો આ માસુમને…. – GujjuKhabri

એક વર્ષના કનવને જીવવા માટે જરૂર છે ૧૬ કરોડ રૂપિયા, માતા પિતાની આંખોની સામે દીકરો દરરોજ મોતના મુખની નજીક જઈ રહ્યો છે, બચાવી લો આ માસુમને….

થોડાક વર્ષમાં રાજ્યમાં ધૈર્યરાજ નામનો યુવક SMA 1 નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે જેની સારવાર માટે આશરે ૧૬ કરોડના ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે ત્યારે રાજ્યના અનેક લોકો તે બાળકને બચાવવા માટે રસ્તા પર આવ્યા હતા અને ધૈર્યરાજને ફૂલ નહિ તો ફૂલની પાંખડી મદદ માટે અપીલ કરી રહ્યા હતા.

ત્યારે તે બાળકને ૧૬ કરોડનું ઇન્જેક્શન આપી શક્યું છે.ત્યારે આજે અમે તમને એક એવાજ એક વર્ષના કનવની વાત કરવાના છીએ જે બાળક પણ SMA 1 નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે.

જેની સારવાર કરાવી શક્ય છે પરંતુ જેના માટે ૧૭ કરોડ રૂપિયાની જરૂર પડે છે જે ઇન્જેક્શન લાવીને આપવું પડતું હોય છે.જે બાળકના પિતા અમિતભાઇ અને માતા ગરિમાના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા.

તેઓ તેમના બાળકનો પહેલો જન્મદિવસ ઉજવી રહ્યા છે પણ તેમની આ ખુશી અધૂરી છે.જયારે કનવનો આ બીમારીનો રિપોર્ટ આવતા કનવના માતા પિતા શોકમાં મુકાઈ ગયા હતા.જે માતા પિતાને તેમના બાળકને લઈને ખુબજ ખુશ હતા.

તેમનો બાળક જલ્દી એક વર્ષનો પન થઈ ગયો હતો પરંતુ જ્યારથી તેમને આ બીમારી અંગે ખબર પડી છે ત્યારથી તેમની આંખમાંથી આંસુ બંધ થયા નથી.જે બાળકની બીમારી અંગે ગંગારામ હોસ્પિટલના ડોક્ટર રત્ન દુઆ પરીને જાણ થઈ હતી.

તેઓએ જણાવ્યું હતું કે આ એક જેનેટિક બીમારી છે.જે બીમારીથી બાળકના મસલ્સ કમજોર થવા લગતા હોય છે.જે બીમારી માટે એક ઇન્જેક્શનની જરૂર પડે છે જે અમેરિકાની એક કંપની બનાવે છે.ભારતમાં DGCI એ આ ઇન્જેક્શનને માન્યતા આપી નથી જયારે અમિતભાઈ પોતાના બાળક માટે આર્થિક મદદની દરેક લોકોને વિંનતી કરી રહ્યા છે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.