એક વર્ષથી છાતીમાં દુખાવાનું નિદાન કરતા દુર્લભ કેન્સર નીકળ્યું, તો અમદાવાની હોસ્પિટલમાં લાખો રૂપિયાનું ઓપરેશન મફતમાં કરી યુવકને નવું જીવનદાન આપવામાં આવ્યું…
જે પરિવારમાં બીમારી આવે છે તે પરિવારનું બધૂ જ બરબાદ થઇ જાય છે. એવામાં જો કેન્સર જેવી બીમારની જાણકારી મળે તો આખો પરિવાર ચિંતામાં ઉતરી જાય છે. કારણ કે તેવી બીમારીમાં જીવનભરની બધી જ કમાણી ખર્ચ થઇ જતી હોય છે.
અમદાવાદના અરુણભાઈને છેલ્લા એક વર્ષથી છાતીમાં દુખાવાની સમસ્યા હતી. તેની માટે તેમને ઘણી હોસ્પિટલોમાં બતાવ્યું.પણ તેમની સમસ્યાનું કોઈ સમાધાન ન આવ્યું દવાઓ ખાઈ ખાઈને તે ખુબજ કંટાળી ગયા હતા.
અને આખરે તેમને અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં ગયા ત્યાં ડોકટરોની ટિમ જરૂરી તેમના રિપોર્ટ કર્યા અને તેમાં બહાર આવ્યું કે અરુણ ભાઈને એક અલગ જ પ્રકારનું કેન્સર છે અને તે લાખો લોકોમાં એકને થતું હોય છે.
ડોકટરોએ અરુણ ભાઈને જણાવ્યું કે તેમને છાતીના ભાગમાં કેન્સરની એક ગાંઠ છે અને તેના લીધે તેમને ખુબજ દુખાવો થઇ રહ્યો છે. આ પ્રકારનું કેન્સર ખુબજ દુર્લભ છે અને તે લાખો લોકોમાં એકને થતું હોય છે. અને આનું ઓપરેશન ખુબજ જટિલ હતું.
માટે બધા લોકોને ડર હતો કે આ ઓપરેશન સફળ થશે કે નહિ. ડોકટરોની નિષ્ણાત ટીમે,ઓપરેશનને સફળ બનાવવા માટે દિવસ રાત એક કરી દીધા હતા અને ૧૦ કલાકની મહેનત બાદ ડોકટરોની નિષ્ણાત ટીમે તે એક કિલોની કેન્સરની ગાંઠને દૂર કરવા માં સક્ષમ બન્યા હતા.
ઓપરેશન સફળ રહેતા તે બધા લોકો ખુબજ ખુશ થઇ ગયા હતા. આ ઓપરેશન માટે લાખો રૂપિયાનો ખર્ચ થયા છે પણ આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત આ ઓપરેશન મફતમાં થઇ જતા. પરિવારના લોકો ખુબજ ખુશ થઇ ગયા હતા.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.