એક યુવકે તેની પ્રેમિકાને ખેતરમાં લઇ જઈને તેની સાથે જે કર્યું તેનાથી આખા વિસ્તારમાં ચકચાર મચી ગયો.
રોજબરોજ અવારનવાર ઘણા હત્યાના બનાવો બનતા હોય છે, તેથી તે બનાવો જાણીને દરેક લોકો ચોકી ઉઠતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો પલસાણા તાલુકાના કણાવ ગામમાંથી સામે આવ્યો હતો, આ બનાવની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે ખેતરમાંથી એક મહિલા ગંભીર ઇજાથી પીડાઈ રહેલી હાલતમાં જોવા મળી હતી.
આ મહિલાને ગળાના અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, આ ઘટનાની જાણ પોલીસને થઇ તો તરત જ પોલીસે મહિલાના પ્રેમીની ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો હતો, આ બનાવની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે પલસાણાથી બારડોલી સ્ટેટ હાઇવે પર આવેલા ગામ નજીક શેરડીના ખેતરમાં એક મહિલાને તેના પ્રેમીએ ઈજાઓ પહોચાડીને હત્યા કરવાની કોશિશ કરી હતી.
આ ઘટનાની જાણ સુરતની પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને મહિલાની શોધખોળ કરવાની શરૂ કરી તો પિસ્તાલીસ મિનિટ બાદ ખેતરમાંથી પોલીસને ગંભીર હાલતમાં એક મહિલા મળી આવી તો તેને સારવાર માટે તરત જ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
નીતાબહેનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પલસાણા પોલીસ તેમજ જીલ્લા એલ.સી.બી ની ટીમ ૬૫ વર્ષના વૃદ્ધ ઈશ્વરભાઈની શોધખોળ કરવાની શરૂ કરી અને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઈશ્વરભાઈને પકડીને તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની તપાસ કરવાની શરૂ કરી હતી.