એક ફોનના કારણે અમદાવાદની મહિલાએ જિંદગી ભરની કમાણી ગુમાવી,89 લાખ રૂપિયાનો થયો મોટો સાયબર ફ્રોડ….. – GujjuKhabri

એક ફોનના કારણે અમદાવાદની મહિલાએ જિંદગી ભરની કમાણી ગુમાવી,89 લાખ રૂપિયાનો થયો મોટો સાયબર ફ્રોડ…..

અમદાવાદની એક મહિલાને ઓનલાઈન નોકરી માટે ફોર્મ ભરવું ભારે પડી ગયું છે.સેટેલાઈટમાં રહેતી દિવ્યાંગ મહિલાએ નોકરી માટે એપ્લાય કરતા તેમને રાજીવ નામના શખ્સનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે નોકરીની જરૂર હોય તો તમારે પૈસા ભરવા પડશે.તેમ કહેતા મહિલાએ નોકરીની ના પાડી દીધી.જેથી રાજીવ નામના શખ્સે તમારી જોબ માટે અમારી કંપની પૈસા ભરી દેશે તેમ કહ્યું અને જ્યારે તેમને નોકરીનો ઓર્ડર મળી જાય ત્યારે પૈસા ભરી દેજો તેમ કહેતા મહિલાએ નોકરી માટે હા પાડી.

ત્યાંરબાદ થોડા સમય બાદ મહિલા પર એક ફોન આવ્યો અને ઇન્કમટેક્ષ અધિકારીની ઓળખ આપીને કહ્યું કે તમારા નામથી ચેક આવ્યા છે. કરોડોના ચેક આતંકવાદીઓના ખાતામાંથી આવ્યા છે.તમારા નામથી અમને બે ચેક મળ્યા છે જેમાં ચાર કરોડ રૂપિયા અને એક કરોડ રૂપિયાથી વધુની રકમ છે.જે રૂપિયા આતંકવાદીઓના ખાતામાંથી આવ્યા છે.

સાથે સાથે એવું કહ્યું કે તમારે દિલ્હી આવું પડશે અથવા અમારી ટીમ તમારે ત્યાં આવશે અને તમને લઈ જશે.આ બધું સાંભળી રહેલાં બેન ગભરાઈ ગયાં.થોડા સમય પછી બીજા એક વ્યક્તિનો ફોન આવ્યો અને કહ્યું કે હમણાં તમને જે ફોન આવ્યો હતો તે ઇન્કમટેક્સ વિભાગમાંથી આવ્યો હતો.તમારા વતી અમે રૂપિયા ભરી દઈશું પણ તમને જ્યારે નોકરી મળે ત્યારે તમારે પૈસા પરત આપવા પડશે.

તમે તેનું સેટલમેન્ટ કરી દો તો તમારા બે ચેક પાછા આપી દેશે.જેથી આ મહિલા ગભરાઈ ગયાં અને તેમણે 89.47 લાખ રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કર્યા હતા.જે અંગે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેમણે અમદાવાદ સાઇબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો.

તમામ તપાસ કર્યા બાદ મલાડમાં રહેતા દિલીપ રામનાથ મિસ્ત્રીની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં તેની સાથે દિલ્હીની ગેંગ પણ જોડાયેલી હોવાની વિગતો સામે આવી હતી.આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે આ ગેંગનો મુખ્ય આરોપી અને આરોપી પ્રીતેશ મુંબઈની એક જ ચાલીમાં સાથે રહેતા હતા.

પકડાયેલ આરોપી પ્રીતેશ મિસ્ત્રીના 3 મોબાઇલ ફોન કબ્જે લીધા છે.જેની પૂછપરછ સામે આવ્યું કે નોકરીના નામે ઇડી અને ઇન્કમટેક્ષ અધિકારીની ખોટી ઓળખ આપી દિલ્હીની ગેંગ દ્વારા ઠગાઇનું નેટવર્ક ચલાવામાં આવે છે.મુખ્ય આરોપી સુધી પહોંચવા પોલીસે તપાસ હાથ ધરી છે.