એક પિતાએ પોતાની નવજાત દીકરીનો એવો ભવ્ય ગુહ પ્રવેશ કરાવ્યો કે જાણે દીકરીનું આજે જ લગ્ન હોય. – GujjuKhabri

એક પિતાએ પોતાની નવજાત દીકરીનો એવો ભવ્ય ગુહ પ્રવેશ કરાવ્યો કે જાણે દીકરીનું આજે જ લગ્ન હોય.

હવે જમાનો બદલાઈ રહ્યો છે. લોકો હવે દીકરા અને દીકરીઓમાં કોઈપણ જાતનો ફરક નથી રાખતા અને આ વાત પણ સાચી જ છે. જે કામ દીકરાઓ કરી શકે છે. તે કામ દીકરીઓ પણ કરી શકે છે.

આજે લોકો દીકરીના જન્મ સમયે એવી જ ઉજવણી કરે છે કે જેમ દીકરાના જન્મ પર ઉજવણી કરવામાં આવે છે. આવો જ એક કિસ્સો દૌલપુરથી સામે આવ્યો છે. શર્મા પરિવારમાં દીકરીના જન્મ સમયે એવી ઉજવણી કરવામાં આવી કે લોકો જોતા રહી ગાય.

દીકરીના પિતા અને આખો પરિવાર ઘરમાં દીકરીનો જન્મ થયો હોવાના કારણે ખુબજ ખુશ હતા. દીકરીના પિતાને ખબર પડી કે તેમના ઘરે એક દીકરીએ જન્મ લીધો છે. તો તેમને બધાને કહ્યું કે મારા ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે. તેમને આખા હોસ્પિટલમાં પેડા વેચ્યા અને નક્કી કર્યું કે હું મારી દીકરીનો પહેલો ગૃહ પ્રવેશ ખુબજ ધૂમ ધામથી કરાવીશ.

જે દિવસે દીકરીને ઘરે લઇ જવાની હતી એ દિવસે આખા ઘરને જાણે ઘરમાં લગ્ન પ્રસંગ હોય તેમ સજાવવામાં આવ્યું હતું. ઘરે ઢોલ નગારાવાળા લોકોને બોલાવવામાં આવ્યા હતા. હોસ્પિટલથી ઘરે દીકરીને શણગારેલી ગાડીમાં લાવવામાં આવી હતી.

જેવી દીકરી ઘરે પહોંચી કે તેનું સ્વાગત ફૂલોથી અને ઢોલ નગારા વગાડીને કરવામાં આવ્યા હતું. ઘરના બધા લોકો મન મૂકીને નાચ્યાં હતા. દીકરીને કુમ કુમ પગલાં પાડીને ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો. પછી કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. આજુ બાજુના લોકો પણ કહેવા લાગ્યા કે આવું સ્વાગતતો આજ દિન સુધી નથી જોયું.