એક પતિએ તેની પત્નીના ધામધૂમથી લગ્ન કરાવ્યા અને વિદાય આપતી વખતે ભીની આંખે રડવા લાગ્યો, લગ્ન કરાવવા પાછળ પણ આ એક કારણ છે…. – GujjuKhabri

એક પતિએ તેની પત્નીના ધામધૂમથી લગ્ન કરાવ્યા અને વિદાય આપતી વખતે ભીની આંખે રડવા લાગ્યો, લગ્ન કરાવવા પાછળ પણ આ એક કારણ છે….

કેટલાક પ્રેમ સબંધના એવા બનાવો બનતા હોય છે, જેને જાણીને આપણને તેની ઘણી નવાઈ લગતી હોય છે. આપણે આજે એક એવો જ પ્રેમ સબંધ વિષે જાણીએ જેને જાણીને તમને એવું જ થશે કે આ કોઈ ફિલ્મી કહાની છે. આ બનાવ ઉત્તર પ્રદેશના કાનપુરના સનિગ્વાનાનો છે., જેમાં એક પતિ એ જ તેની પત્નીના લગ્ન બધા જ સબંધીઓની સામે ધામધૂમથી કરાવ્યા છે.

આ લગ્ન જોવા માટે આજુબાજુના ગામના લોકો પણ હાજર રહ્યા હતા. આ બનાવ થોડા વર્ષ પહેલા થયો હતો, આ વ્યક્તિનું નામ ગોલુ છે અને તેના લગ્ન શ્યામ નગરની એક છોકરી જેનું નામ શાંતિ છે અને તેની સાથે થયા હતા. તે બંનેના લગ્ન થયાના પંદર દિવસ પછી શાંતિ તેના પિયરમાં ગઈ હતી અને ઘણા દિવસો પછી પણ સાસરીએ ના આવી તો પતિ ગોલુએ તેને બોલાવી પણ તે સાસરીમાં નહતી આવતી.

શાંતિને સાસરીવાળાએ બધા લોકોએ કીધું એટલે તે આવી, તેની સાથે જ ગોલુને ખબર હતી કે તેની પત્ની કોઈકની સાથે ઘણી વાતો કરતી જ રહે છે, પણ ગોલુને તે કોણ છે તેની ખબર નહતી.ધીમે ધીમે ગોલુને આ વાત ખબર પડી અને તેની પત્ની બીજા કોઈની સાથે જ નઈ પણ તેના પ્રેમી સાથે જ વાતો કરે છે.

આ જાણીને ગોલુએ શાંતિના લગ્ન તેના પ્રેમી સોનુ યાદવ સાથે લગ્ન કરાવ્યા હતા.આ લગ્ન પણ ધામધૂમથી કરાવ્યા હતા અને લગ્ન માટે બધી જ તૈયારીઓ પણ કરવામાં આવી હતી, જે વખતે તેની પત્નીની વિદાય કરી એ વખતે ગોલુની આંખો ભીની થઇ ગઈ હતી. સોનુ યાદવ અને શાંતિની પ્રેમ કહાની એક મિસ કોલથી થઇ હતી અને બંનેના લગ્ન પણ થઇ ગયા.