એક પછી એક માર્કેટમાં આવી રહ્યા છે નવા કમા,હવે સાગર પટેલ પણ લાવ્યા નવા કમાને,જુઓ….. – GujjuKhabri

એક પછી એક માર્કેટમાં આવી રહ્યા છે નવા કમા,હવે સાગર પટેલ પણ લાવ્યા નવા કમાને,જુઓ…..

ગુજરાતમાં હાલ દરેક ડાયરામાં એક નામ ચર્ચાઈ રહ્યું છે જે છે ‘કમો’.જેની દેશ-વિદેશમાં ભારે બોલબાલા છે.સોશિયલ મીડિયા પર તમને કમો ક્યાંકને ક્યાંક દેખાયો તો જ હશે.સુરેન્દ્રનગરના કોઠારીયાનો કમો આજે એકાએક જગ વિખ્યાત બની ગયો છે.તાજેતરમાં સોશિયલ મીડિયામાં હાલ કમાંનો જોરદાર ટ્રેન્ડ છવાયો છે.ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દરેક ડાયરામાં ‘કમો’ નામ ભારે ચર્ચામાં છે.

તદુપરાંત કોઈ મોટી સેલિબ્રિટીની જેમ બેન્ટલી,રોલ્સરોઇસ કારમાં ‘કમો’ એન્ટ્રી પાડે એના પણ વીડિયો વાઈરલ થયા છે.’કમો’ આમ તો સુરેન્દ્રનગરના કોઠારિયા જેવા નાના ગામનો વતની, પરંતુ આજે તેની કીર્તિ કોઠારિયાથી કેનેડા સુધી પહોંચાડવાનું સંપૂર્ણ શ્રેય જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવીને જાય છે.

‘કમો’ એટલે કમલેશ નરોત્તમભાઈ નકુમ. તેની ઉંમર 26 વર્ષ છે અને તેના પિતા નરોત્તમભાઇ ખેડૂત છે. કમાને 2 મોટા ભાઇ છે, જેમનું નામ સુરેશ અને સંજય.કોઠારિયાના ગ્રામજનો ‘કમા’ને હાલ પોતાના ગામનું ગૌરવ ગણી રહ્યા છે.ગુજરાતભરમાંથી અનેક લોકો કમાને મળવા કોઠારિયા પહોંચી રહ્યા છે.

ત્યારે હવે ગુજરાતના લોકપ્રિય સાગર પટેલ પણ માર્કેટમાં નવો કમો લઈને આવ્યા છે.સોશીયલ મીડિયામાં એક રિલ્સ વાયરલ થઈ રહી છે.આ વીડિયોમાં જોઈ શકો છો કે ડુપ્લીકેટ કમો કમાની જેમ જ બોલે છે કે, ભારત માતાની કી જય અને પછી મોદી સાહેબની જેમ ભાઈઓ બહેનો બોલે છે.

આ ડુપ્લીકેટ કમો જોઈને અનેક લોકોએ આનંદ માણ્યો હતો.આ દ્રશ્યો જોઈને એટલું તો કહી શકાય કે ગુજરાતનાં કમો એક બ્રાન્ડ બની ગયો છે.જેના નામથી લોકોની લાઇનો લાગે તેમજ રસિયો રૂપાળો રંગ રેલીયો તો આજે ગુજરાતીઓના હૈયામાં વસી ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by Sagar Patel (@sagarpatel_singer)