એક પછી એક કલાકારો ખરીદી રહ્યા છે આલીશાન કાર,હવે આ કલાકારે લાખો રૂપિયાની ખરીદી નવી કાર…. – GujjuKhabri

એક પછી એક કલાકારો ખરીદી રહ્યા છે આલીશાન કાર,હવે આ કલાકારે લાખો રૂપિયાની ખરીદી નવી કાર….

આજના સમયમાં ગુજરાતી કલાકારોનો એક જમાનો ચાલી રહ્યો છે.ત્યારે સર્વેએ પોતાની મહેનત અને કળાથી દરેક લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું છે.આજે દરેક કલાકાર પોતાના ચાહકોની સંખ્યા વધારી રહ્યા છે.સાથે સૌ જાણે છે કે હાલમાં જ અનેક ગુજરાતી કલાકારોએ આલીશાન અને કિંમતી કાર ખરીદી છે.ત્યારે આજ હરોળમાં સાગરદાન ગઢવી પણ આવી ગયા છે.

મળતી માહિતી મુજબ તેમણે પણ મોઘીદાટ કાર ખરીદી છે.સાગરદાન ગઢવી પોતાના સુરેલા અવાજથી લોકોની વચ્ચે એક અલગ જ સ્થાન બનાવી ચૂક્યા છે.સાગરદાન ગઢવી વિશે જાણીએ તો એક સમયે સાગરદાન ગઢવીને કોઈપણ ઓળખતું નહીં પરંતુ જ્યારથી તેમને સંગીતની દુનિયામાં નામ બનાવ્યું છે.

ત્યારથી તેઓ લોકપ્રિય કલાકારોની યાદીમાં મોખરે છે.પોતાની આવડત દ્વારા તેમને અનેક નિષ્ફ્ળતાઓનો સામનો કરીને જીવનમાં ખુબ જ સફળતા મેળવી છે.તમને જણાવીએ કે સાગરદાન ગઢવીએ સ્કોર્પિયો ક્લાસીસ કાર ખરીદી છે.તેમને તાજેતરમાં પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પર એક વિડીઓ શેર કર્યો છે જેમાં માં મોગલ ના બેકગ્રાઉન્ડ ગીત સાથે પોતાની નવી નક્કોર સ્કોર્પિયો ક્લાસીસ પરથી પડદો હટાવ્યો છે આલીશાન ગાડી સાથે તેઓ ખુબ જ ખુશ જણાઈ રહ્યા છે.

સાગરદાન ગઢવીએ કારની રીલ્સ અપલોડ કરતા લખ્યું હતું કે, માં મોગલ કૃપા કેવલમ… સાગરદાન ગઢવી માં મોગલના પરમ ઉપાસક છે.આ કારની કિંમતની વાત કરીએ સ્કોર્પિયો ક્લાસીસ જેની શો રુમ કિમંત 16 લાખ આજુ બાજુ જણાય છે.તેમની તસવીરો અને આ વિડીઓ પર તેમના ચાહકો શુભેચ્છાઓ આપી પ્રેમ વરસાવતા જોવા મળે છે.