એક પછી એક કમા વિષે આપી રહ્યા છે આવા સ્ટેટમેન્ટ,હવે કિંજલ દવેના પિતા લલિત દવેએ આપ્યું આવું નિવેદન…. – GujjuKhabri

એક પછી એક કમા વિષે આપી રહ્યા છે આવા સ્ટેટમેન્ટ,હવે કિંજલ દવેના પિતા લલિત દવેએ આપ્યું આવું નિવેદન….

છેલ્લાં કેટલાંક દિવસથી ગુજરાતના એક દિવ્યાંગ વ્યકિતએ લોક ડાયરામાં એવી ધૂમ મચાવી છેકે, દેશ અને દુનિયાભરમાં કરોડો લોકો તેના ચાહક બની ગયા છે.અમે વાત કરી રહ્યાં છીએ કમાની.કમાને લઈ ને ઘણો વિવાદ પણ સર્જાઈ રહ્યો છે જેમા બે પક્ષો જોવા મળી રહ્યા છે જેમા કમા સાથે જે હાલ થઇ રહ્યુ છે તેને યોગ્ય કહી રહ્યા છે તો ઘણા લોકો એ આ બાબત નો વિરોધ પણ કર્યો હતો કારણ કે કમા ને ઘણી વખત ધુણાવવામાં આવી રહ્યો હતો.

જ્યારે હાલ કીંજલ દવેના પિતા લલિતભાઈ દવેએ એક ફેસબુક પોસ્ટ દ્વારા કમા વિશે નિવેદન આપ્યું છે.તેમણે લખ્યું છે કે “કમાં ભાઈ ને જે લોકપ્રિયતા અને જે સ્થાન મળ્યું છે જોઈને ખૂબ આનંદ થાય છે અને એ જોતાં સમજાય છે કોઈ અદ્રશ્ય શક્તિ ભાગ્ય ને ભગવાન આવું બધું આ દુનિયામાં કામ કરી રહ્યું છે બાકી આ અશક્ય છે કેમ કે કમાં ભાઈ પોતેજ કહે છે કે મને સ્ટેજની જોડે કોઈ જાવા નહોતું દેતું

એજ સ્ટેજ ની ઉપર આજ મોટા ધુરંધર કલાકારથી વધારે માન કમાં ભાઈ ને મળી રહ્યું છે.તેમણે વધુ લખતા ઉમેર્યું છે કે એક વાત કહીશ કોઈ પોતાની જાતને જો મહાન સમજતું હોય કે મનમાં કોઈ ખોટો વહેમ લઈને ફરતું હોય કે હું કોઈને ચલાવી દઉં કે કોઈને ચલાવી દીધા તો આવો ખોટો વહેમ હોય તો મગજ માં થી કાઢી નાખવો જોએ.

જો કે થોડા સમય પહેલા કમાને લઈને ગુજરાતનાં લોકપ્રિય કલાકાર હિતેન કુમારે નિવેદન આપ્યું હતું કે આ બધુ સર્કસ ચાલી રહ્યું છે.ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતેન કુમાર દ્વારા લોકો આગળ વિનંતી કરવામાં આવી હતી કે આવા એટલે કે કમા જેવા મનો દિવ્યાંગ બાળકોને હૂંફ અને પ્રેમની જરૂર હોય છે.તેઓએ કહ્યું હતું કે હું દરેકે દરેક વ્યક્તિ આગળ હાથ જોડીને વિનંતી કરું છું

કે કમા જેવા વ્યક્તિને આ રીતે આમ રમકડું બનાવીને આ રીતે લોકોની સામે નહીં મૂકો કારણ કે માનસિક રીતે વિકલાંગ જે કહી શકાય તેના માટે કરુણા તો પેદા નથી થતી પણ હાસ્યાસ્પદ ઘટના બની રહી છે.હવે કમા માટે શુ સાચું અને શુ ખોટુ એ તો તેમના માતા પિતા અને ખુદ કમો જ જણાવી શકે આપનો શુ મત છે એ કોમેન્ટ બોક્સ મા જરુર જણાવજો.