એક દીકરો તેના જ પિતાનો સાઢુ બની ગયો, જાણો આખી ઘટના. – GujjuKhabri

એક દીકરો તેના જ પિતાનો સાઢુ બની ગયો, જાણો આખી ઘટના.

આપણી આસપાસ એવા કેટલાય પ્રેમ-પ્રકરણના કિસ્સાઓ બનતા જ રહેતા હોય છે, પ્રેમ એ કોઈ દિવસ ઉંમર અને રંગ નથી જોતો. પ્રેમ ગમે તે વ્યક્તિને ગમે તેવી મહિલા સાથે થઇ જતો હોય છે.

તેવો જ એક કિસ્સો હાલમાં જેમાં એક યુવકને તેની માસી થતી મહિલા સાથે લગ્ન કરી લેવાનો એક મામલો સામે આવ્યો છે. આ લગ્નની જાણ થતાની સાથે ગામના અને પરિવારના લોકોએ મોટ ઓવિરોધ કર્યો હતો.

આ કિસ્સો ઝારખંડના છત્રા જિલ્લાની છે, જ્યાં એક યુવકને તેની માસી ગણાતી એક યુવતીની સાથે છેલ્લા એકાદ વર્ષથી પ્રેમ સબંધ ચાલી રહ્યો હતો અને તેવામાં તે બંને લોકોએ એક સાથે ભાગી જઈને થોડા

દિવસોની અગાઉ જ લગ્ન કરી લીધા હતા. આ લગ્ન થઇ ગયા પછી પુત્રએ પોતાના જ પિતાનો સાઢુ ભાઈ બની ગયો હતો, અને યુવકની માતાની તે યુવતી બહેન લગતી હતી તે હવે તેમની વહુ થઇ ગઈ હતી.

આ મામલાની જાણ થતા જ ગામના લોકો અને પરિવારના લોકો ખુબ જ ગુસ્સે થયા હતા અને આ બંનેનો વિરોધ પણ કર્યો હતો. જેથી આ બંને ત્યાંથી છટકી જઈને એક જગ્યાએ સંતાઈ ગયા હતા.

આ બંને યુવક યુવતીએ એક રાત ગમેતે કરીને વિતાવી હતી અને ત્યારબાદ બીજે દિવસે સદર પોલીસમાં જાતે જ જઈને જાણ કરી દીધી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરીને યુવક યુવતીના પરિવાર સાથે ચર્ચા કરી હતી.