એક ગુજરાતીએ ચાલુ કરેલી આઈસ્ક્રીમની નાની દુકાન આજે બની ગઈ છે એશિયાની સૌથી મોટી કંપની. – GujjuKhabri

એક ગુજરાતીએ ચાલુ કરેલી આઈસ્ક્રીમની નાની દુકાન આજે બની ગઈ છે એશિયાની સૌથી મોટી કંપની.

મિત્રો તમે ઘણીવાર જમ્યા પછી આઈસ્ક્રીમ ખાધી હશે. એ સમયે આઈસ્ક્રીમ ખાવાની મજા જ કઈ અલગ હોય છે. આજે અમે તમને ગુજરાતની એક એવી કંપની વિષે જણાવીશું કે જેની શરૂઆત એક નાની દુકાનથી કરવામાં આવી હતી

અને આજે એ કંપની આખા એશિયાની મોટામાં મોટી આઈસ્ક્રીમ કંપની બની ગઈ છે. જે દિવસના 50 લાખ આઈસ્ક્રીમ કપનું નિર્માણ કરે છે. અમે વાત કરી રહ્યાં છીએ શીતલ આઈસ્ક્રીમની.

શીતલ કંપનીની શરૂઆત 1987 માં થઇ હતી. હાલ શીતલ આઈસ્ક્રીમ એક નાની દુકાન માંથી મોટી કંપની બની ગઈ છે. જે અત્યારે અમરેલીમાં સ્થાપિત છે. હાલ શીતલ આઈસ્ક્રીમ એશિયાની સૌથી મોટી કંપની છે.

જે રોજના પોતાના અલગ અલગ પ્રોડક્ટના 50 લાખ યુનિટ ઉત્પાદન કરે છે. આખો પ્લાન્ટ સેમી ઑટોમેટિક છે માટે તેમાં કોઈનો પણ હાથ લાગતો નથી. આ પ્લાન્ટમાં દિવસની 18 લાખ આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે.

જયારે શીતલ બ્રાન્ડની શરૂઆત કરવામાં આવી ત્યારે કોઈને આશા ન હતી કે આ એક દિવસે મોટી કંપની બનશે. નાની દુકાનથી મોટી કંપની સુધી ઘણા ઉત્તર ચઢાવ અને ઘણી તકલીફો આવી હતી

પણ કંપનીના સ્થાપક જગદીશ ભાઈ ભુવાએ હાર ન માની અને શીતલ આઈસ્ક્રીમને આજે એશિયાની સૌથી મોટી આઈસ્ક્રીમ કંપની બનાવી દીધી. આપણે બધાબે ખબર છે કે ગુજરાતીઓ કયારેય ધંધામાં પાછા પડતા નથી. કંપનીના સ્થાપકનું કહેવું છે કે જયારે તકલીફો આવે ત્યારે હાર ન માનવી પણ તેમાંથી કઈ શીખવું જે તમને આગળ લઇ જશે.