એકપણ ચોપડી ના ભણેલો ગરીબ ઘરનો ગંગૂડિયો કઈ રીતે આજે ગુજરાતના ઘરે ઘરે જાણીતો બન્યો તેમની કહાની જાણીને ચોકી પડશો… – GujjuKhabri

એકપણ ચોપડી ના ભણેલો ગરીબ ઘરનો ગંગૂડિયો કઈ રીતે આજે ગુજરાતના ઘરે ઘરે જાણીતો બન્યો તેમની કહાની જાણીને ચોકી પડશો…

જે વ્યકતિ દિલથી મહેનત કરે છે તેને જરૂરથી સફળતા મળે છે આજે અમે તમને ગુજરાતના એક એવા જ કલાકર વિષે જણાવીશું કે આજે તેમને પોતાની જાત મહેનતથી સફળતા પ્રાપ્ત કરી છે. આજે અમે ગુજરાતના ફેમસ કલાકાર ગગુડીયા વિષે જણાવીશું.

તેમનું મૂળ નામ ભોલાભાઈ છે. તેમનો જન્મ ખુબજ સામાન્ય પરિવારમાં થયો હતો. તે એકપણ ચોપડી ભણેલા નથી.તે પોતાના પરિવારનું ભરણપોષણ માટે સુરત દરજીકામ કરવા માટે આવ્યા હતા. તેમને બાળપણથી જ નાટકોનો ખુબજ શોખ હતો.

માટે રાતના સમયે નાટક જોવા માટે જતા. ધીરે ધીરે તેમને પણ નાટકો કરવાના શરૂકર્યા અને તેમને ખ્યાતિ મળતી રહી. ધીરે ધીરે આખા ગુજરાતમાં તે ગગુડીયાના નામે ફેમસ થઇ ગયા અને નાટક કરવા લાગ્યા.

આજે દેશની સાથે વિદેશોમાં પણ તેમના નાટકો થાય છે. આજે તેમના લાખોની સંખ્યામાં ચાહકો છે. એક સમયે દરજીનું કામ કરતો યુવક આજે ગુજરાતના ઘરે ઘરે જાણીતો થઇ ગયો છે. સાથે સાથે લાખો રૂપિયાની આવક પણ કરે છે.

આજે તેમને આ મુકામ પોતાની મહેનતથી હાસિલ કર્યું છે. તે રામદેવપીરના પરમ ભક્ત છે. તે વિદેશોમાં પણ પોતાના શો કરવા માટે જાય છે.એકપણ ચોપડી ના ભણેલા ભોલા ભાઈ આજે વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે.

આજે મોટા કલાકાર બની ગયા તો પણ ભોલા ભાઈ પોતાના જ ગામમાં રહે છે અને ગામના જ પોતાનું જીવન વિતાવવું માંગે છે. તે ખાલી પોતાના શો કરવા માટે જ બહાર જાય છે. એકપણ દિવસ એવો નથી હોતો કે તેમના નાટકો ના થતા હોય.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.