ઉર્ફી જાવેદ આખી દુનિયાને બનાવી રહી છે મૂર્ખ,શરીરના આ ભાગ છે નકલી,વિડીયો આવ્યો સામે….
‘ઉર્ફી જાવેદ’ આ નામ સાંભળીને તમને એક વિચિત્ર ડ્રેસ પહેરેલી છોકરીની ઝલક તો આવી જ જતી હશે.ઉર્ફી તેની અસામાન્ય અથવા તો હાસ્યાસ્પદ શૈલીને કારણે દરરોજ હેડલાઇન્સમાં રહે છે.લોકો તેને તેની અજીબ સ્ટાઇલ અને ડ્રેસિંગ માટે ખૂબ ટ્રોલ કરે છે.પણ હજુ ઉર્ફીને કોઈ પણ વાંધો નથી.તે પોતાની રીતે પોશાક પહેરે છે.
આ વખતે ઉર્ફી તેના કપડાને કારણે નહીં પરંતુ તેના એક નિવેદનના કારણે ચર્ચાનો વિષય બની છે.તેણે પોતાના શરીરના અંગને લઈને મોટો ખુલાસો કર્યો છે.તેણે કહ્યું કે તેના શરીરનો એક ભાગ નકલી છે.આ ખુલાસો સાંભળીને ચાહકો અને મીડિયા ચોંકી ગયા હતા.
બન્યું એવું કે ઉર્ફી જાવેદ તાજેતરમાં જ એક કાર્યક્રમમાં ગયા હતા.અહીં પણ તે હંમેશની જેમ ફાટેલો ડ્રેસ પહેરીને આવી હતી.આ દરમિયાન તેને વરસાદની મોસમમાં ખાવા-પીવા અંગે પૂછપરછ કરવામાં આવી હતી.આ અંગે ઉર્ફીએ કહ્યું કે તે ક્યારેય મકાઈ નથી ખાતી કારણ કે તેના બધા દાંત નકલી છે.ઉર્ફીએ વધુમાં કહ્યું કે જો હું મકાઈ ખાઈશ તો મારા બધા દાંત તૂટી જશે.કારણ કે તે બધા નકલી છે.”
ઉર્ફીએ વધુમાં જણાવ્યું કે તે ખાવા-પીવાની ખૂબ શોખીન છે.તેને વરસાદની મોસમમાં ભજીયા ખાવાનું પસંદ છે.જો કે ઉર્ફીના ડેન્ટર્સના ખુલાસાથી બધા ચોંકી ગયા છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉર્ફી તેની સુંદરતા વધારવા માટે હેર એક્સટેન્શન,નેલ એક્સટેન્શન અને અન્ય બ્યુટી સર્જરી કરાવતી રહે છે.
જ્યારે પણ ઉર્ફી જાવેદ રસ્તા પર આવે છે ત્યારે તેને જોવા લોકોની ભીડ જોવા મળે છે.ભલે લોકો તેને તેના વિચિત્ર ડ્રેસ માટે ગમે તેટલા ટ્રોલ કરે.પરંતુ કોઈ પણ વ્યક્તિ એ નકારી શકે નહીં કે તે આજની તારીખમાં એક મોટી ઇન્ટરનેટ સેન્સેશન છે.આલમ એ છે કે લોકો તેને કિયારા અડવાણી અને જાહ્નવી કપૂર કરતાં વધુ ગૂગલ પર સર્ચ કરે છે.તાજેતરમાં તેનું નામ સૌથી વધુ સર્ચ કરાયેલા એશિયનોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.
જ્યારે ઘણા મોટા સેલેબ્સ કરતાં વધુ સર્ચ કરનારા લોકોમાંથી ઉર્ફીનું નામ સામે આવ્યું ત્યારે લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી અને તેના પર ટિપ્પણી કરી.બાદમાં ઉર્ફી જાવેદે તેના પર કહ્યું હતું કે જે લોકો મને લાયક નથી માનતા તે આ લિસ્ટમાં પણ નથી.તેથી આપણે કહી શકીએ કે ઉર્ફીને આ વિચિત્ર કપડાં પહેરવાથી ચોક્કસ ફાયદો થયો છે.
ઉર્ફી જાવેદના અંગત જીવનની વાત કરીએ તો તેનો જન્મ 15 ઓક્ટોબર 1997ના રોજ લખનઉમાં થયો હતો.તેણી 24 વર્ષની છે.તેણે પોતાનું સ્કૂલિંગ સિટી મોન્ટેસરી સ્કૂલમાંથી કર્યું છે.ત્યારબાદ એમિટી યુનિવર્સિટીમાંથી માસ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું.તે દિલ્હીમાં ફેશન ડિઝાઈનર આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી.પછી મુંબઈ આવી હતી.
View this post on Instagram
મુંબઈમાં તેણે 2016 માં સોની ટીવીની બડે ભૈયા કી દુલ્હનિયામાં અવની પંતની ભૂમિકા ભજવી હતી.તે જ વર્ષે તે સ્ટાર પ્લસની ચંદ્ર નંદિનીમાં છાયાની ભૂમિકામાં જોવા મળી હતી.પછી 2017 માં તે સ્ટાર પ્લસની મેરી દુર્ગામાં આરતી તરીકે જોવા મળી હતી.તે પછી 2018 માં SAB ટીવીની સાત ફેરો કી હેરા ફેરીમાં કામિની જોશી અને કલર્સ ટીવીની બેપન્નાહમાં બેલા તરીકે જોવા મળી હતી.તે જ સમયે 2021 માં તે બિગ બોસ ઓટીટીમાં દેખાઈને લાઇમલાઇટમાં આવી હતી.