ઉત્તર ગુજરાતના ખેડૂતોને લીલાલહેર,દિવાળી પહેલા મળ્યું બોનસ,સારો ભાવ મળતા ટ્રેકટરોની લાઈનો…..
ગુજરાત રાજ્યમાં આ વર્ષે મગફળીની મબલક આવક થઈ છે.રાજ્ય સરકારે ગુજરાતના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવથી ખરીદી કરી રહી છે.રાજ્ય સરકાર હાલ વર્ષ 2021-22માં મગફળીની સીઝનમાં ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન કર્યું છે.આ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં મગફળીની ખરીદી શરૂ કરી છે.
ખેડૂતો 24 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. લાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. 5,850 પ્રતિ ક્વિન્ટલના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. જેમાં મગ, અડદ અને સોયાબીનની પણ લાભ પાંચમથી ખરીદી થશે. 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
ખેડૂતોને મગફળીનો સારો ભાવ મળતા ખેડૂતો હવે હિમતનગરના માર્કેટયાર્ડ તરફ વળ્યા છે.રે એક મહિનામાં સાડા ત્રણ લાખથી વધુ બોરીની આવક થઇ છે તો વધુ ભાવ મળતો હોવાને લઈને જીલ્લામાંથી ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણાથી ખેડૂતો મગફળી વેચવા આવે છે તો સરેરાશ 20 હજાર બોરીની આવક થાય છે.
ગઈ કાલે 26 હજાર બોરીની આવક થઇ હતી. આજે પણ તેની આસપાસ આવક થશે તો ભાવ વધુ મળતા અને દિવાળીને લઈને ખેડૂતો મગફળી લઈને વેચાણ માટે આવી ગયા છે.છેલ્લા ચાર દિવસથી માર્કેટયાર્ડ મગફળી ભરેલા ટ્રેક્ટરોથી ઉભરાય છે.દિવાળી બાદ પણ મગફળીની મબલખ આવક થશે તેવું લાગી રહ્યું છે.