ઉત્તરકાશીમાં હિમ સ્ખલન દરમિયાન મોતના મોઢામાંથી બહાર આવેલા ગુજરાતી યુવકનું નિવેદન સાંભળી ચોકી જશો,અચાનક જ બરફનો ઢગલો છાતી પર…. – GujjuKhabri

ઉત્તરકાશીમાં હિમ સ્ખલન દરમિયાન મોતના મોઢામાંથી બહાર આવેલા ગુજરાતી યુવકનું નિવેદન સાંભળી ચોકી જશો,અચાનક જ બરફનો ઢગલો છાતી પર….

ઉત્તરકાશીમાં દ્રૌપદીના ડાંડા શિખર પર હિમસ્ખલનની ઘટનામાં અત્યાર સુધીમાં 19 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.અહીં 10 લોકો હજુ પણ ગુમ છે.દ્રૌપદીના ડાંડા શિખર પર નહેરુ પર્વતારોહણ સંસ્થાના ગુમ થયેલા તાલીમાર્થીઓને શોધવા ગુરુવારે સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું.જોકે શુક્રવારે ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી ન હતી.વહીવટીતંત્રએ રેસ્ક્યુ અભિયાન ઝડપી કરી દીધુ છે.

નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગની ટીમ સાથે જિલ્લા વહીવટીતંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ,સેના અને આઈટીબીપીના જવાન બચાવ અભિયાનમાં લાગી ગયા છે.હાલમાં સેનાનું રેસ્ક્યૂ અભિયાન ચાલી રહયું છે.સેનાએ આઈટીબીપી સાથે મળીને ફસાયેલા પર્વતારાહીનું રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે.ઈન્ડીયન એરફોર્સ બરફમાં ફસાયેલા પર્વતારોહીને બચાવી લેવા માટે ચીતા હેલિકોપ્ટરને કામે લગાડ્યાં છે.

મંગળવારે આ મોટી ઘટના ઘટી હતી.ત્યાં 17,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત દ્રૌપદી ના ડાંડા-2 પર્વતની ટોચ પર થયેલા બરફના તોફાનમાં ઘણા લોકો ફસાઈ ગયા હતા.જેમાંથી અત્યારસુધીમાં 19 લોકોના મૃત્યુ નીપજ્યા છે.તમને જણાવીએ કે આ હીમ સ્ખલનમાં ગુજરાતના પાંચ યુવકો પણ ફસાયા હતા.જેમાંથી ચાર યુવકોને બચાવી લેવાયા છે.માત્ર ભાવનગરના એક યુવક અર્જુનસિંહ ગોહિલનો હજી સુધી કોઈ અત્તોપત્તો નથી.

તેની શોધખોળ હજી પણ ચાલુ છે.આ હીમ સ્ખલનમાં હેમખેમ બચેલા દીપ ઠક્કરે ત્યાની સ્થિતિ વિશે કહ્યું કે દ્રોપદી દંડા સર કરવામાં અમારે થોડું જ અંતર બાકી હતું,અમારી સાથે 34 જેટલા લોકો અને બીજા ઈન્સ્ટ્રક્ટર હતા.પરંતું એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને બરફનો પહાડ ધસી પડ્યો.હીમ સ્ખલન થતા અમે 6 થી 7 ફૂટ અંદર દબાયા હતા.અમારા પર બરફ પડ્યો.જેમાં અમે બધા બરફ તળે દબાયા હતા.