આ ૮૫ વર્ષના ગુજરાતી દાદીએ કર્યો એવો કમાલ કે આજે લંડનના ભુરીયાઓ તેમના હાથનો દાળ ભાત ખાવા માટે પડાપડી કરે છે. – GujjuKhabri

આ ૮૫ વર્ષના ગુજરાતી દાદીએ કર્યો એવો કમાલ કે આજે લંડનના ભુરીયાઓ તેમના હાથનો દાળ ભાત ખાવા માટે પડાપડી કરે છે.

આજે અમે તમને એક એવા દાદીની વાત કરવાના છીએ જેમની રસોઈથી UK ના લોકો તેમના દીવાના થઈ ગયા.જે દાદીની ઉંમર ૮૫ વર્ષની છે અને તેમનું નામ મંજુબેન છે.જેમને UK માં ગુજરાતી વાનગીઓથી વિદેશીઓને દીવાના કર્યા છે.લંડનથી ૭૭ કિલોમીટર દૂર મંજુસ કરીને એક રેસ્ટોરાં આવેલી છે જે રેસ્ટોરાં તે અને તેમનો પરિવાર ચલાવે છે.જે મંજુબહેનનો જન્મ ગુજરાતમાં થયો હતો તેઓ લગ્ન પછી યુગાન્ડા જતા રહ્યા હતા.ત્યાં તેમનું જીવન ખુબજ સારું પસાર કરી રહ્યા હતા.

પરંતુ જયારે ૧૯૭૨ માં યુગાન્ડાના તાનાશાએ ૯૦ દિવસમાં લોકોને દેશ ખાલી કરવાનું કહી દીધું હતું.ત્યારે તેમનું જીવન બદલાઈ ગયું હતું જયારે મંજુબહેન તેમના બે દીકરા અને પતિ સાથે UK આવ્યા ત્યારે તેમની આર્થિક પરિસ્થિતિ ખુબજ ખરાબ હતી.તેમને અનેક જગ્યાએ કામ પણ કરવું પડ્યું હતું તેમને જમવાનું બનવાનો ખુબજ શોખ હતો તેમનું સપનું પણ હતું કે તેઓ રેસ્ટોરાં ચાલુ કરે પરંતુ આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે તેમનું સપનું સાકાર થઈ શકે તેમ ન હતું.

આખરે માતાનું સપનું પૂરું કરવાં માટે તેમના બંને દીકરાઓ આ રેસ્ટોરાં ખોલી અને તેમને સરપ્રાઈઝ આપી.મંજુબેનના હાથની રસોઈ જમવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે.

૮૫ વર્ષની ઉંમરે પણ મંજુબેનનો જુસ્સો જોઈને લોકો તેમનાથી પ્રેરણા લઈ રહ્યા છે.જેમની રેસ્ટોરાંમાં ઘરે તે જે જમી રહ્યા છે તેવું જ હોટેલમાં પણ જમવાનું આપી રહ્યા છે જેના કારણે તેમની હોટેલ ખુબજ ફેમસ થઈ છે.