આ ૬૬ વર્ષના દાદાને ૪૧ વર્ષની મહિલા સાથે લગ્ન તો કરી લીધા અને પછી જે થયું એ જોવા લાયક હતું… – GujjuKhabri

આ ૬૬ વર્ષના દાદાને ૪૧ વર્ષની મહિલા સાથે લગ્ન તો કરી લીધા અને પછી જે થયું એ જોવા લાયક હતું…

આ જમાનો જાણે પ્રેમ સબંધો માટે આવ્યો હોય તેવું જ લાગે છે, તેવામાં અત્યારે પ્રેમ સબંધના એટલા બધા કિસ્સાઓ જાણવા મળે છે કે, જેનાથી કેટલાય પરિવારો વચ્ચે સબંધો તૂટી જતા હોય છે.

કેટલાક લોકો કે મહિલાઓ તેમની માતા અથવા પિતાને ગુમાવે છે. પણ આ મોટી ઉંમરના લોકો તેમના બાળકોની જરાય ચિંતા નથી કરતા અને આવા ખરાબ પગલાંઓ ભરી દેતા હોય છે.

તેની વચ્ચે એક કિસ્સો નજરે ચડ્યો છે, તે કિસ્સો ગાઝિયાબાદનો છે. જેમાં ૬૬ વર્ષના વૃદ્ધનું નામ સોમાભાઈ છે તેમની પત્નીનું નિધન થઇ ગયું હતું. તેનાથી તેઓ એકલવાયું જીવન જીવી રહ્યા હતા,

તેમને એવું લાગ્યું કે તેઓને હવે તેમના જીવનમાં એક જીવન સાથી હોવો જોઈએ. તેવામાં થોડાક જ દિવસોમાં એક મંજુ નામની મહિલાએ પેપરમાં વિજ્ઞાપન આપ્યું હતું. જેથી સોમાભાઈએ ફોન કર્યો અને તેમની વિષે બધું જણાવ્યું, આ મંજુએ જણાવ્યું કે, તેની પાસે એક મહિલા છે જેની ઉંમર ૪૧ વર્ષની છે.

ત્યારબાદ તમામ બાબત નક્કી થઇ અને લગ્ન પણ થઇ ગયા. તે મહિલાનું નામ મોનીકા છે, તેમની એક ૧૯ વર્ષની છોકરી પણ છે તે તેમની સાથે જ રહેવા લાગી હતી. બધું બરાબર ચાલતું હતું તેના થોડાક જ દિવસોમાં આ મોનીકા એવું કહેવા લાગી કે, તમારી સંપત્તિ મારા નામે કરો,

પણ આ વ્યક્તિએ તેની નામે કઈ ના કર્યું જેથી આ મહિલાએ આખા ઘરના ઘરેણાં અને પૈસા લઈને છુમંતર થઇ ગઈ. જેની સામે સોમાભાઈએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ હતી, પણ કઈ ખાસ તપાસ ના થઇ.

જેથી આ મામલો કોર્ટ સુધી ગયો ત્યાબાદ મોટી તાપસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ એક ટુકડી જ છે અને આવી જ રીતે ઝાંસા આપીને લોકોને લૂંટે છે. તેમની વિરુદ્ધ તાપસ હાથ ધરવામાં આવી હતી.