આ સીધી સાદી દેખાતી છોકરીના કાંડ આવ્યા સામે,ઓનલાઈન છોકરાઓને ફસાવી ઘરમાં જઈને તેમના સાથે કરતી આવા કામ,પછી…. – GujjuKhabri

આ સીધી સાદી દેખાતી છોકરીના કાંડ આવ્યા સામે,ઓનલાઈન છોકરાઓને ફસાવી ઘરમાં જઈને તેમના સાથે કરતી આવા કામ,પછી….

દેશમાં ઠેર ઠેર શાતીર યુવતીઓ પ્રેમ-પ્રકરણ અને લગ્નની લાલચ આપી વ્યક્તિને ફસાવી બેલ્ક્મેલ કરતી હોય છે અને તેમના જોડેથી પૈસા પડાવતી હોય છે.ઘણીવાર આવા હનીટ્રેપના કિસ્સાઓ સામે આવતા હોય છે.ત્યારે દક્ષીણ પૂર્વ જીલ્લાથી એક ચોકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.અહિ પ્રેમમાં ફસાવી લુંટ ચાલવતા બંટી-બબલીને પોલીસે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર યુવતી સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી યુવકો સાથે ચેટ કરતી અને મળવાના બહાને આ બંટી-બબલીએ લાખો રૂપિયાની છેતરપીંડી કરી છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ એક વ્યક્તિને કશિશ શુક્લા નામની યુવતી સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા થઇ હતી.યુવતી પ્રેમનો ઢોંગ કરી યુવકના ખુબ નજીક આવી ગઈ હતી.

આ બાદ બન્નેએ મળવાનું નક્કી કર્યું તો યુવક યુવતીને પોતાના ઘરે લઇ ગયો હતો.આ દરમિયાન યુવતીએ છેતરપીંડી કરી યુવકના કોલ્ડડ્રીંકમાં કઈક ભેળવી દીધું અને યુવક બેહોશ થઇ ગયો હતો.આ બાદ યુવતીએ ઘરમાં હાથ સાફ કરી દીધો.યુવકને હોશ આવ્યો ત્યારે તેણે જોયું કે તેનો મોબાઈલ ફોન,સોનું-ચાંદી,પાકીટ,ડોક્યુમેન્ટ અને પાયલની જોડી ગાયબ હતી.

આ ઉપરાંત તેને માલુમ થયું કે તેના મોબાઈલથી એક લાખ 23 હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પણ થયું છે.આ પછી જ્યારે તેણે કશિશનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેનો ફોન બંધ આવ્યો.ફરિયાદ મળ્યા બાદ પોલીસે પીડિતના ખાતાની તપાસ કરી. જેના પરથી ખબર પડી કે પીડિતના ફોનમાંથી ટ્રાન્ઝેક્શન થયું છે. આરોપીઓના નંબરના સીડીઆર પણ શોધી કાઢવામાં આવ્યા અને તેમના ફોનને સર્વેલન્સ હેઠળ લેવામાં આવ્યા હતા.

જેના પરથી ખબર પડી કે આરોપી સતત તેનું લોકેશન બદલી રહી હતી. ફરીદાબાદથી મસૂરી અને પછી મસૂરીથી કાનપુર સુધીનું લોકેશન રેકોર્ડ કરવામાં આવ્યું હતું. સતત દેખરેખ બાદ પોલીસે ફરીદાબાદની ઓયો હોટલમાંથી કશિશની ધરપકડ કરી હતી. તેની સાથે સંતોષ નામનો યુવક પણ હતો જે આ ગુનામાં કશિશ ઉર્ફે રાખીને પૂરો સાથ આપતો હતો.

આ બાદ યુવકે સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી તો પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી.પોલીસે યુવતીનો મોબાઈલ નંબર ટ્રેક કર્યો તો તેનું લોકેશન સતત બદલાતું હતું.ફરીદાબાદથી મસૂરી અને પછી મસૂરીથી કાનપુર સુધીનું લોકેશન રેકોર્ડ કરવામાં આવ્યું હતું.સતત દેખરેખ બાદ પોલીસે ફરીદાબાદની ઓયો હોટલમાંથી કશિશની ધરપકડ કરી હતી.તેની સાથે સંતોષ નામનો યુવક પણ હતો જે આ ગુનામાં કશિશ ઉર્ફે રાખીને પૂરો સાથ આપતો હતો.

પોલીસે તેમની પાસેથી 8 મોબાઈલ ફોન,PAN કાર્ડ,UIDAI અને ડેબિટ કાર્ડ સહિત 20 કાર્ડ રિકવર કર્યા છે.આ ઉપરાંત પોલીસે તેમની પાસેથી 15 હજાર રોકડા,4 પર્સ,અલ્પ્રાઝોલમની 18 ગોળીઓ અને 250 ગ્રામ અલ્પ્રાઝોલમ પાવડર પણ જપ્ત કર્યો હતો.

પૂછપરછ દરમિયાન બંનેએ જણાવ્યું કે તેમણે આજ સુધી 20 થી વધુ લોકોને છેતર્યા છે.આરોપી કશિશ ઉર્ફે રાખીએ ગુન્હો કબુલતા કહ્યું કે તે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ્સથી યુવકો સાથે ચેટ કરતી હતી અને બાદમાં તેમને ખાનગીમાં મળવા બોલાવતી અને તેમને બેહોશ કરી પૈસા,ઘરેણા અને ઘરનો કીમતી સામાન લઈને ભાગી જતી.ઉલ્લેખનીય છે કે બંને આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ બોલિવૂડ ફિલ્મ બંટી ઔર બબલીથી ખૂબ પ્રભાવિત હતા