આ સાધુ બંને પગથી અપંગ હોવા છતાં છેલ્લા ૫ દિવસ ભૂખ્યા તરસ્યા ગિરનારના ૯૯૯૯ પગથિયાં ચઢી પોતાનો સંકલ્પ પૂરો કર્યો….
સાધુ સંતોનું જીવન ખુબજ કઠિન હોય છે. સંતો ખુબજ તકલીફ વેઠીને ભગવાનની ભક્તિ કરતા હોય છે. જેમની ભકતી જોઈને આપણે પણ થાય કે ખરેખર આવી ભકતી કરવાની શક્તિ બધામાં નથી હોતી. આજે અમે તમને એક એવા જ સંત વિષે જણાવીશું.
આ સંતનું નામ ચન્દ્રગીરી બાપુ છે. તે પોતાના બે પગથી અપંગ છે અને સન્યાસી છે. તેમને જૂનાગઢથી દીક્ષા લીધી હતી.ચન્દ્રગીરી બાપુ અપંગ હોવા છતાં આજે બેસે બેસે ગિરનાર ચઢી રહયા છે. એ પણ ખાધા પીધા વગર.
બાપુ છેલ્લા ૫ દિવસથી ખાધા પીધા વગર ગિરનારની યાત્રા કરી રહયા છે. લોકો તેમની આવી ભકતી જોઈને ખુબજ આષ્ચર્ય ચકિત થઇ ગયા છે. ગિરનાર પર્વત પર ૯૯૯૯ પગથિયાં આવેલા છે. જેના પગ હોય છે તે લોકો પણ ગિરનાર ચઢતા વિચાર કરતા હોય છે.
પણ આ અપંગ સંત પોતાની ભકતી અને સંકલ્પ પૂરો કરવા માટે ગિરનાર ચઢી રહયા છે. તેમને જણાવ્યું કે આમ્રે સંતોએ જીવનમાં એકવાર ગિરનાર પર્વત પર ચઢવાનું હોય છે અને આજે હું મારો તે જ સંકલ્પ પૂરો કરી રહ્યા છે.
એક યાત્રીકે બાપુની આવી ભકતી જોઈને તેમનો વિડીયો ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.આવી ભકતી કરાવીએ બધાના હાથની વાત નથી. બાપુ અપંગ હોવા છતાં આજે છેલ્લા ૫ દિવસથી ખાધા પીધા વગર ગિરનાર પર્વતના ૯૯૯૯ પગથિયાં ચઢી રહયા છે. તેમની ભકતીને ધન્ય છે. એક સાધુનું જીવન આવું જ કઠિનાઈઓથી ભરેલું હોય છે.
નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.