આ સાધુ ગયા બેન્કમાં લોન લેવા,તો બેન્કે આપવાની ના પાડી દીધી,પછી સાધુ એ જે કર્યું તે જોઈને બધાનો પરસેવો છૂટી ગયો,સાધુને આ કામ માટે જરૂર હતા પૈસા…. – GujjuKhabri

આ સાધુ ગયા બેન્કમાં લોન લેવા,તો બેન્કે આપવાની ના પાડી દીધી,પછી સાધુ એ જે કર્યું તે જોઈને બધાનો પરસેવો છૂટી ગયો,સાધુને આ કામ માટે જરૂર હતા પૈસા….

તમિલનાડુમાં એક સાધુને તેની પુત્રીના શિક્ષણ માટે બેંક પાસેથી લોનની જરૂર હતી.પરંતુ બેંકે તેમને લોન આપવાની ના પાડી દીધી.આનાથી સાધુ એટલા નારાજ થયા કે તેમણે હથિયાર ઉપાડ્યું અને બેંક લૂંટવા ગયા.વાસ્તવમાં આ ઘટના તમિલનાડુના તિરુવરુરની છે.જ્યાં ખાનગી બેંકે લોન આપવાનો ઇનકાર કર્યા બાદ સાધુ બેંકને લૂંટવા માટે બંદૂક સાથે ગયા હતા.

એટલું જ નહીં આ દરમિયાન સાધુએ આ ઘટનાને ફેસબુક પર લાઈવ ટેલિકાસ્ટ પણ કરી હતી.મીડિયા રિપોર્ટ અનુસાર સાધુ પોતાની દીકરીને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે બેંક પાસેથી લોન માંગી રહ્યા હતા.જ્યારે બેંકના સ્ટાફે તેમને લોન આપવાની ના પાડી અને તેમનું ફોર્મ નકારી કાઢ્યું ત્યારે સાધુ ચુપચાપ ઘરે ગયા અને થોડીવાર પછી બંદૂક લઈને બેંકમાં પહોંચ્યા.

તેમણે બેંકર્સને એવી ધમકી પણ આપી હતી કે જો તેમને લોન આપવામાં નહીં આવે તો તે બેંકને લૂંટી લેશે.જોકે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તેમની ધરપકડ કરી હતી.બેંક લૂંટવા આવેલા સાધુની ઓળખ તિરુમલાઈ સામી તરીકે થઈ છે.જે તિરુવરુર જિલ્લાના મૂલનગુંડી ગામમાં ઈદી-મિનલ સંગમ ચલાવે છે.સાધુ સામીએ પોતાની દીકરીના ભણતર માટે લોન મેળવવા માટે ખાનગી બેંકનો સંપર્ક કર્યો હતો.

તેમની પુત્રી ચીનમાં મેડીકલનો અભ્યાસ કરી રહી છે.હકીકતમાં લોનના બદલામાં બેંક સ્ટાફે સાધુ પાસેથી મિલકતના દસ્તાવેજો માંગ્યા હતા.જેનો સામીએ વિરોધ કર્યો હતો.સાધુ સામીએ સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે બેંક વ્યાજ સહિત પૈસા પરત મેળવશે તો પ્રોપર્ટીના કાગળો કેમ પૂછવામાં આવે છે.જો કે બેંક અધિકારીઓ સહમત ન થયા અને લોન આપવાનો ઇનકાર કરી દીધો અને અરજી ફગાવી દીધી.

આ પછી સામી તેમના ઘરે ગયા અને રાઈફલ લઈને સીધા બેંક પાછા આવ્યા.તે બેંકમાં બેસીને ધૂમ્રપાન કરવા લાગ્યા.આ સાથે જ તેમણે બેંકના કર્મચારીઓને ધમકાવવાનું શરૂ કર્યું.આ દરમિયાન તેમણે આ ઘટનાને તેમના ફેસબુક પેજ પર લાઈવ કરી હતી.જેમાં તે કહે છે કે બેંકે તેમને લોન આપવાની ના પાડી દીધી છે.તેથી હવે તે બેંકને લૂંટશે.જો કે આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તેમની ધરપકડ કરી હતી.હાલ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.