આ સંત છેલ્લા ૨૨ વર્ષથી એકના એક જગ્યાએ તપસ્યામાં લિન છે, તેથી તેમના દર્શન અને આશીર્વાદ માત્રથી જ લોકોના ધારેલા કામ બધા જ પુરા થઇ જાય છે. – GujjuKhabri

આ સંત છેલ્લા ૨૨ વર્ષથી એકના એક જગ્યાએ તપસ્યામાં લિન છે, તેથી તેમના દર્શન અને આશીર્વાદ માત્રથી જ લોકોના ધારેલા કામ બધા જ પુરા થઇ જાય છે.

આપણા દેશને સંતો અને મહાત્માઓનો દેશ માનવામાં આવે છે. પહેલાના સમયમાં ઋષિમુનિઓ ભગવાનને પ્રસન્ન કરવા માટે સદીઓ સુધી તપસ્યા કરતા હતા અને આજના સમયમાં ઘણા એવા ઓછા તપસ્વીઓ જોવા મળતા હોય છે કે તે સાંસારિક મોહમાયા છોડીને તપસ્યામાં લિન થઇ જતા હોય છે. આજે આપણે એક તેવા જ સંત મહાત્મા વિષે વાત કરીશું.

આ સંત વિષે જાણીને તમે પણ ખુબજ આશ્ચર્ય થઇ જશો, આ સંતનું નામ સત્યનારાયણ બાબા છે જેઓ છત્તીસગઢના રહેવાસી હતા, સત્યનારાયણ બાબા છેલ્લા ૨૨ વર્ષથી તપસ્યામાં લિન થઇ ગયા હતા, તેથી લોકો દૂર દૂરથી આ તપસ્વીને જોવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે, સત્યનારાયણ બાબાના દર્શન કરીને આશીર્વાદ માત્રથી જ ભક્તો તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ કરતા હોય છે.

સત્યનારાયણ બાબા એક દિવસ શાળામાં ગયા હતા ત્યારે તે એક પથ્થરને શિવલિંગ માનીને ત્યાં તપસ્યા કરવા માટે બેસી ગયા હતા. તેથી અહીંના લોકોનું એવું માનવું છે કે તે ઘટનાના ૨૨ વર્ષ થઇ ગયા છે તો પણ સત્યનારાયણ બાબા આજે પણ તપસ્યામાં લિન છે. તેથી સત્યનારાયણ બાબાને જોવા માટે લોકો ઘણે દૂરથી મોટી સંખ્યામાં આવતા હોય છે.

સત્યનારાયણ બાબા ૨૨ વર્ષથી એકના એક જ જગ્યા પર બેસીને તપસ્યા કરી રહ્યા હતા, આવું કામ કરવું કોઈ સામાન્ય વ્યકતિનું કામ નથી આવું કામ કોઈ દિવ્ય પુરુષ જ કરી શકે છે. સત્યનારાયણ બાબા તપસ્યામાં લિન હોય અને લોકો તેમની પૂજા અર્ચના કરીને આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે.

એવું માનવામાં આવે છે કે બાબાના આશીર્વાદ માત્રથી જ સત્યનારાયણ બાબાના દર્શને આવતા લોકોના બધા જ કામ પુરા થઇ જાય છે તેથી લોકો કોઈપણ શુભ કામની શરૂઆત કરતા પહેલા સત્યનારાયણ બાબાના આશીર્વાદ લેવા માટે ઉમટી પડતા હોય છે.