આ શિક્ષકે દાદીના મૃત્યુ પછી ક્રિયાઓમાં પૈસા ખર્ચ કરવાની બદલે કર્યું એવું કામ કે આજે આ શિક્ષકની આખા વિસ્તારમાં વાહવાહી થઇ રહી છે. – GujjuKhabri

આ શિક્ષકે દાદીના મૃત્યુ પછી ક્રિયાઓમાં પૈસા ખર્ચ કરવાની બદલે કર્યું એવું કામ કે આજે આ શિક્ષકની આખા વિસ્તારમાં વાહવાહી થઇ રહી છે.

મિત્રો આજે તમે મોટા ભાગે ગણી જગ્યાએ જોતા હોય છે કે જયારે પરીવારમાં કોઈનું મરણ થાય તો તેના આખા ગામ અને સગા સબંધીઓને જમાડીને મરનારાની પાછળ ૧૨ માં ની વિધિ કરવામાં આવે છે અને તેની પાછળ જ લાખો રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવે છે.એમાં જોવા જઈએ તો આ એક જાતનો પૈસાનો વ્યર્થ જ છે. માટે મથલના શિક્ષકે પોતાની દાદીના મૃત્યુ પછી આ અનોખું કામ કરીને માનવતા મહેકાવી છે.આ શીક્ષકનું નામ મગન ભાઈ છે. મગન ભાઈ મથલ પ્રાથમિક શાળામાં પોતાની શિક્ષક તરીકેની ફરજ નિભાવે છે.

જૂન મહિનામાં તેમની દાદીનું અવસાન થઇ ગયું હતું તો મૃત્યુ પછી આપણા સમાજમાં ઘણી ક્રિયાઓ કરવામાં આવે છે અને દાદીના મૃત્યુ પછી તેમને નક્કી કર્યું હતું કે મૃત્યુ પછી જે ક્રિયાઓ કરવામાં આવે છે તેની પાછળ તે એકપણ રૂપિયો નહિ ખર્ચે અને તેમાં ખર્ચ થનારા બધા જ રૂપિયા તે દીકરીઓના ભણતર માટે ખર્ચ કરશે.

ત્યારે મગન ભાઈએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના મિત્રોને અને સબંધીઓને જણાવ્યું હતું કે મરણો ઉપરાંત જે પણ ક્રિયાઓ હોય છે તેમાં માને કોઈ હેતુ ના દેખાતા એવી કોઈ જ ક્રિયાઓ રાખવામાં આવી નથી.

ગામના લોકોએ તેમના આ નિર્ણયને આવકારી લીધો હતો અને જેનાથી આજે સમાજમાં એક નવી રાહ ઉત્પન્ન થઇ રહી છે. જેનાથી ગણા લોકો સાંજ સેવા તરફ વરશે.મગન ભાઈએ જણાવ્યું હતું કે ક્રિયાઓ પાછળ થતા ખર્ચની રકમ બાળકોના ભવિષ્ય પાછળ ખર્ચ કરવી જોઈએ.

બધા જ લોકોએ આવી ક્રિયાઓ પાછળ ખર્ચ થતા રૂપિયાને રોકીને સમાજ સેવા પાછળ ખર્ચ કરવા જોઈએ જેનાથી સમાજ ઉપર આવે આજે ઘણા લોકો તેમના આ પગલાં બદલ તેમની ખુબજ પ્રસંશા કરી રહયા છે.