આ વ્યક્તિ ૫ દિવસથી પોતાનું જ ઘર તોડી રહ્યો હતો, લોકોએ જયારે તેને પૂછ્યું તો આ વ્યક્તિએ જે જવાબ આપ્યો તેનાથી સાંભળવા વાળા રડવા લાગ્યા. – GujjuKhabri

આ વ્યક્તિ ૫ દિવસથી પોતાનું જ ઘર તોડી રહ્યો હતો, લોકોએ જયારે તેને પૂછ્યું તો આ વ્યક્તિએ જે જવાબ આપ્યો તેનાથી સાંભળવા વાળા રડવા લાગ્યા.

આપણી આજુબાજુએ એવા કેટલાય કિસ્સાઓ બનતા જ રહેતા હોય છે, જેને જોઈને બધાના હોશ જ ઉડી જતા હોય છે. તેવો જ એક કિસ્સો જેમાં એક વ્યક્તિ તેનું ૪ થી ૫ વર્ષ પહેલા જ બનાવેલું બે માળનું મકાન તોડવા લાગ્યો છે અને તેનું કારણ જાણીને તમે પણ દંગ રહી જશો.

આ મામલો બિહારના ગોપાલગંજનો છે, અહીંયા ગંડક નદીના પાણીનો પ્રવાહ તો ઓછો થઇ ગયો છે પણ ગોપાલગંજના જગીરી ટોલા પંચાયતના વોર્ડ નંબર ૪ માં એક વ્યક્તિ જેનું નામ બાબુજાન અન્સારી તેનું ૪ વર્ષ અગાઉ લખો રૂપિયા ખર્ચીને બનાવેલું બે માળનું આલીશાન મકાન છેલ્લા ૫ દિવસથી તોડી રહ્યા છે. પણ આ ગંડકમાં આવેલ પુરે આ બધું જ તબાહ કરી નાખ્યું છે.

આ ગામમાં પાણીની સમસ્યા છે, વીજળીની પણ સમસ્યા છે, જેથી આ ઘરની ઈંટો તોડવામાં આવી રહી છે. જેથી તેઓ તેમનું બીજી સારી જગ્યાએ ઘર બનાવી શકે અને તેથી આ ઘરની ઈંટો બહાર કાઢી રહ્યો છે.

હવે તેને ક્યારે એ જગ્યા મળશે અને ક્યારે તે આ ઈંટો લઈને ત્યાં નવું મકાન બનાવશે. બાબુ અન્સારીની સાથે સાથે બીજા કેટલાય લોકોએ તેમનું અહીંથી ઘર છોડી દીધું છે, અહીંયા આવેલ પુરે ઘણું મોટું નુકસાન કરેલું છે. અહીંયા ગામમાં કેટલાય મકાનો પણ તૂટી ગયા છે અને તેથી જ લોકો ગામ પણ છોડી રહ્યા છે.