આ વ્યક્તિ બહાર બીજા રાજ્યમાં ગયા મજૂરી કામ માટે,જ્યારે ઘણા વર્ષો પછી સાધુના વેશમાં જ ભિક્ષા માગવા આવ્યા પોતાના જ ઘરે,પછી થયું એવું – GujjuKhabri

આ વ્યક્તિ બહાર બીજા રાજ્યમાં ગયા મજૂરી કામ માટે,જ્યારે ઘણા વર્ષો પછી સાધુના વેશમાં જ ભિક્ષા માગવા આવ્યા પોતાના જ ઘરે,પછી થયું એવું

આપણે જાણીએ છીએ કે કેટલાક સારું કમાવવા અને પોતાની પરિસ્થિતિ સુધારવા માટે બીજા રાજ્ય કે બીજા દેશમાં જવાનું પસંદ કરે છે.તેઓ એવું વિચારે છે કે 10-12 વર્ષ ત્યાં સ્થાયી થઇ આરામથી કમાઈ લેશું અને પાછા વતન ફરશું.પણ ત્યાં જઈ ઘણીવાર જેમ વિચાર્યું હોય તેવું થતું નથી અને તેનાથી બિલકુલ વિપરીત થઇ જાય છે.

આવું જ ઝારખંડના ગઢવા જિલ્લાના કેતારના માયર ગામમાં એક વ્યક્તિ સાથે બન્યું હતું.તેણે પોતાના ઘરની પરિસ્થિતિ સુધારવા અને સારું કમાવવા ચેન્નાઈ જવાનું નક્કી કર્યું હતું.તેણે પોતાના નિર્ણય પર પત્ની,બે બાળકો અને એક બાળકીને તેના પત્નીના ગર્ભમાં છોડીને મજૂરી કામ કરવા ચેન્નાઈ ગયો.પહેલા તો બધું બરાબર ચાલતું હતું.

સમયસર તે તેની પત્નીને પૈસા પણ મોકલાવી દેતો હતો.ફોન પર વાતચીત પણ કરતો હતો.પરંતુ સમય જતા તેણે ફોન કરવાનું પણ બંધ કરી દીધું.પૈસા પણ મોકલાવવાનું બંધ કરી દીધું.એક દિવસ તેણે તેની પતિ ઉમા દેવીને ફોન કરીને કહ્યું કે કેટલાક સાધુઓ તેને નશીલા પદાર્થથી ફસાવીને સાધુ બનાવવા માંગે છે.આટલું સાંભળીને પત્નીએ પોતાના પતિની શોધખોળ કરવાનું શરુ કર્યું.

પરંતુ ક્યાંય તેનો કોઈ પત્તો મળ્યો નહીં.થોડા વર્ષો પછી તો પત્નીએએ પોતાના પતિના આવવાની આશા છોડી પણ દીધી.તાજેતરમાં ઉમા દેવીએ તેના પતિને તેના ગામમાં ભિક્ષા માંગતો જોયો અને તેણીએ તેને જોતા જ ઓળખી લીધો.હવે શંભુનાથ બની ચૂકેલા નરેશ સિંહે પણ પત્ની અને બાળકને ઓળખી લીધા.

તેમને ઓળખ્યા પછી પતિ નરેશ સિંહએ પત્ની ઉમા દેવી અને ત્યાં હાજર અન્ય ગ્રામજનોને પણ ભૂતકાળમાં તેમની સાથે જે કંઈ બન્યું હતું તે વિશે જણાવ્યું.ઉમા દેવી પોતાના પતિની દુર્ઘટના સાંભળીને અને 14 વર્ષ પછી પોતાની સામે જોઈને રડવા લાગી.તેના ત્રણ બાળકો પણ રડવા લાગ્યા.તેમના રડવાને કારણે ગામનું વાતાવરણ દયનીય બની ગયું હતું.